હિમાચલના કુલ્લૂમાં મોટી દુર્ઘટના: પર્વત પરથી વૃક્ષ ગાડીઓ પર પડ્યું, છના મોત
Kullu Accident: હિમાચલ પ્રદેશના કુલ્લૂમાં મણિકર્ણ પાસે મોટી દુર્ઘટના થઈ છે જેમાં છ લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં પહાડી રસ્તા પર મસમોટું વૃક્ષ અચાનક જ ગાડીઓ પર પડી જતાં અનેક લોકો દબાઈ ગયા હતા. અત્યાર સુધીમાં છ લોકોના નિધનની પુષ્ટિ થઈ છે જ્યારે ઘણા લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા છે. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર મણિકર્ણ ગુરુદ્વારાના સામેના રસ્તા પર વૃક્ષ પડી જતાં ટુરિસ્ટ તથા એક વેપારી નીચે દબાઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત લોકોને સ્થાનિકોની મદદથી આસપાસની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આશંકા છે કે ભૂસ્ખલનના કારણે આ વૃક્ષ ગાડીઓ પર પડ્યું હોઈ શકે.