Get The App

પહેલા તો રાહુલ ગાંધીની આગળ-પાછળ ફરતા હતા, હવે ખુરશી બચાવવા માટે.....: હિમાચલના CMએ રવનીત બિટ્ટુ પર સાધ્યુ નિશાન

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
પહેલા તો રાહુલ ગાંધીની આગળ-પાછળ ફરતા હતા, હવે ખુરશી બચાવવા માટે.....: હિમાચલના CMએ રવનીત બિટ્ટુ પર સાધ્યુ નિશાન 1 - image


CM Sukhvinder Singh Sukhu Targets Ravneet Singh Bittu: કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આપેલા વિવાદાસ્પદ નિવેદનનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે. ઠેક-ઠેકાણે તેમના વિરુદ્ધ પ્રદક્શન કરવામાં આવી રહ્યું છે. શિમલા પણ કોંગ્રેસ કાર્યકર્તાઓએ રવનીત બિટ્ટુ વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. હવે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુક્ખૂની પણ આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બિટ્ટુના આ નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું છે. 

CM સુક્ખૂએ રવનીત બિટ્ટુ પર સાધ્યુ નિશાન

શિમલા સ્થિત રાજ્ય સચિવાલયમાં પ્રેસકોન્ફરન્સ દરમિયાન સીએમ સુક્ખૂએ કહ્યું કે, પહેલા જ્યારે રવનીત બિટ્ટુ કોંગ્રેસમાં હતા ત્યારે તેઓ રાહુલ ગાંધીની આગળ-પાછળ ફરતા હતા. હવે પોતાની ખુરશી બચાવવા માટે આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે. તે લોકસભાની ચૂંટણી ન જીતી શક્યો તેમ છતાં ભાજપે તેમને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવ્યા છે. આ જ કારણોસર તેઓ હવે પોતાની ખુરશી બચાવવાના પ્રયાસમાં આ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે.

CM સુક્ખૂએ જેપી નડ્ડાને કર્યો આગ્રહ

સીએમ સુક્ખૂએ કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુના રાહુલ ગાંધી અંગેના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું. તેમણે કહ્યું કે, રાજકારણમાં આ પ્રકારની વ્યક્તિગત ટિપ્પણીઓથી બચવું જોઈએ.

તેમણે કહ્યું કે રવનીત સિંહ બિટ્ટુ ચર્ચામાં રહેવા અને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે. બિટ્ટુને એ ખબર હોવી જોઈએ કે રાહુલ ગાંધીના દાદી ઈન્દિરા ગાંધી અને રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાને પણ આગ્રહ કર્યો છે કે, તમે તમારા નેતાઓના આ પ્રકારના નિવેદનો પર લગામ કસવાનું કામ કરો.

શું છે સમગ્ર મામલો?

કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટૂએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બિટ્ટૂએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને દેશના નંબર વન 'આતંકવાદી' ગણાવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે રાહુલે શીખો વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. તેઓ દેશના નંબર વન આતંકવાદી છે. તેમના પર તો ઇનામ જાહેર થવું જોઈએ.


Google NewsGoogle News