Get The App

હિમાચલ પ્રદેશમાં ભાંગની ખેતીને કેબિનેટની મંજૂરી, ત્રણ મેડિકલ કૉલેજોમાં થશે રોબોટિક સર્જરી

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
હિમાચલ પ્રદેશમાં ભાંગની ખેતીને કેબિનેટની મંજૂરી, ત્રણ મેડિકલ કૉલેજોમાં થશે રોબોટિક સર્જરી 1 - image


Cannabis Farming In Himachal: હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુક્ખુ સરકારે શુક્રવારે (24 જાન્યુઆરી) મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ દ્વારા સત્તાવાર રૂપે ભાંગની ખેતીને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ રોહરૂની ડિગ્રી કૉલેજનું નામ બદલીને રાજા વીરભદ્ર સિંહ ગવર્નમેન્ટ ડિગ્રી કૉલેજ કરવાનો નિર્ણય લેવાયો છે. 

કેબિનેટના મોટા નિર્ણય

કેબિનેટે હિમાચલ પ્રદેશમાં હોમ સ્ટે નીતિ પર પણ મહોર લગાવી છે. કૂલ્લુ જિલ્લાના તાંદીમાં આગથી નાશ પામેલા ઘરને 7 લાખની મદદ આપવામાં આવશે. આંશિક રૂપે બળેલા મકાનને 1 લાખ અને ગૌશાળા માટે 50 હજાર રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. આ સાથે જ 24 નવી VS6 વોલ્વો બસ ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે. 

આ પણ વાંચોઃ ભારતે ચીનની ઘેરાબંધી શરુ કરી, પાકિસ્તાનને પણ ઝટકો, મોટા ઇસ્લામિક દેશને બ્રહ્મોસ મિસાઇલ વેચશે

મત્સ્ય વિભાગમાં ભરતી

સરકારે IGMC હૉસ્પિટલ, TMC અને ચમિયાનામાં રોબોટિક સર્જરી માટે મશીન ખરીદવાની મંજૂરી આપી છે. આ સિવાય મત્સ્ય વિભાગમાં 28 પદ અને 9 બ્લોક ડેવલપમેન્ટ ઑફિસરની ભરતીની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાત સહિત 200 ટોલ પ્લાઝા પર કૌભાંડ, નકલી સોફ્ટવેર અપલોડ કરી સરકારના કરોડો રૂપિયા કર્યાં ચાઉં

સુક્ખુ સરકારે પીડબ્લ્યુડી વિભાગ માટે 50 બોલેરો ગાડી ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ એક્સાઇઝ વિભામાં ફીલ્ડ ઇન્સપેક્ટર માટે 100 બાઇક ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે. 


Google NewsGoogle News