‘હું તો ભાજપના રાજકારણમાં નાના લેવલે છું...’, ખેડૂતો અંગે વિવાદિત નિવેદન પછી કંગનાએ માફી માંગી

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
‘હું તો ભાજપના રાજકારણમાં નાના લેવલે છું...’, ખેડૂતો અંગે વિવાદિત નિવેદન પછી કંગનાએ માફી માંગી 1 - image


Kangana Ranaut Controversy Statement On Farmers : બોલિવૂડ અભિનેત્રી અને ભાજદ સાંસદ કંગના રનૌતે ખેડૂતો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યા બાદ પોતાના પક્ષ અને ખેડૂતોની પણ માફી માંગી છે. આ દરમિયાન કંગનાએ એમ પણ કહ્યું છે કે, મારા કારણે ભાજપને અજાણતા કોઈ નુકસાન થયું હોય તો મારાથી વધુ કોઈને દુઃખ નહીં થાય. એ માટે પણ હું દિલગીર છું. 

‘અમે નાના લેવલ પર વિચારી શકતા નથી કે શું થશે’

કંગના રનૌતે કહ્યું કે, ‘હું ભાજપના રાજકારણમાં નાના લેવલે છું, પાર્ટીનું નેતૃત્વ મોટું છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. અમે નાના લેવલ પર વિચારી શકતા નથી કે શું થશે. રાષ્ટ્ર જ રહેવું જોઈએ. જો મેં કોઈપણ રીતે કોઈને દુઃખ પહોંચાડ્યું હોય, તો હું દિલગીર છું. જો કે મને જે રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે, તે ક્રિમિનલ્સનું કામ છે. તેઓ ખેડૂતો હોય તેવું મને લાગતું નથી. આ લોકો મારા પર દબાણ લાવીને મને ચૂપ કરવા માંગે છે.’ 

આ પણ વાંચો : કંગના ખેડૂત આંદોલનમાં થયેલાં રેપ-મર્ડર વિશે કેમ ચૂપ રહી?

કંગનાના નિવેદન બાદ દેશભરમાં રોષ

ઉલ્લેખનીય છે કે, કંગનાએ ખેડૂત આંદોલન અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ દેશભરમાં તેમની ટીકા કરવામાં આવી હતી. ખેડૂત સંગઠનો દ્વારા કંગનાના પુતળાનું દહન કરી આવેદન પણ આપવામાં આવ્યું હતું. તો વિપક્ષોએ પણ કંગનાના નિવેદન મુદ્દે રોષ વ્યક્ત કરી ભાજપ પર નિશાન સાધ્યું હતું. આ ઉપરાંત કંગનાને માનહાનિની નોટીસ પણ મોકલવામાં આવી હતી.

કંગના રણૌતે શું કહ્યું હતું?

વાસ્તવમાં ભાજપ સાંસદે ખાનગી સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર નિશાન સાધ્યું હતું. કંગનાએ કહ્યું હતું કે, પંજાબમાં ખેડૂત આંદોલનના નામે હિંસા ફેલાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ત્યાં દુષ્કર્મ અને હત્યાઓ જેવી પણ ઘટનાઓ બની રહી છે. આ તો કિસાન બિલ પરત ખેંચી લેવાયું, નહીં તો આ લોકોએ લાંબું પ્લાનિંગ કર્યું હતું. આ લોકો કંઈપણ અને કોઈપણ હદે જઈ શકતા હતા. જો કેન્દ્ર સરકાર મજબૂત ન હોત તો ખેડૂત આંદોલન વખતે પંજાબ પણ બાંગ્લાદેશ બની ગયું હોત.

આ પણ વાંચો : ‘જો કંગના માફી નહીં માંગે તો...’ ભડકેલા ખેડૂતોએ પૂતળું સળગાવ્યું, સાંસદ પદેથી હટાવવા અને કાર્યવાહી કરવા માંગ


Google NewsGoogle News