હિમાચલના મંડીમાં આભ ફાટ્યું, 10થી વધુ ગુમ, એકનું મોત, અનેક ઘર કાટમાળ બનીને વહી ગયા

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
Cloud Burst In Himachal


Cloud Burst In Himachal: હિમાચલના મંડી જિલ્લાના રાજવન ગામમાં મોડી રાત્રે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. પાણીના જોરદાર પ્રવાહથી અનેક ઘરો ઘરાશાયી થયા છે. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે 10થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. અંતરિયાળ વિસ્તારને કારણે પંચાયતના પ્રતિનિધિઓ અને અધિકારીઓનો સંપર્ક કરી શકતું નથી. મોબાઈલ સેવા તથા માર્ગો પણ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. નોંધનીય છે કે, મંડી બેઠકથી કંગના રણૌત ભાજપના સાંસદ છે. 

મંડીના ડેપ્યુટી કમિશનર અપૂર્વ દેવગન રાહત અને બચાવ ટીમ સાથે ઘટના સ્થિળે માટે રવાના થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે NDRF, SDRF અને એરફોર્સની મદદ માંગી છે.

વહીવટી તંત્ર સક્રિય

બુધવારે (31મી જુલાઈ) રાત્રે લગભગ 12 વાગ્યે રાજવન ગામમાં ગાજવીજ વચ્ચે જોરદાર ધડાકો થયો હતો. થોડી જ વારમાં સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું. માહિતી મળતાં વહીવટી તંત્ર રાત્રીમાં જ સંપૂર્ણ સક્રિય બની ગયું હતું. જિલ્લા વહીવટી તંત્રે દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં આજે રજા જાહેર કરી છે. ભૂસ્ખલનને કારણે પઠાણકોટ મંડી નેશનલ હાઈવે પણ સ્થળોએ બ્લોક થઈ ગયો છે. અહીં વાહનોની લાંબી કતારો લાગી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં કલાકમાં 5 ઈંચ વરસાદથી સંસદમાં પણ પાણી ટપકતું થયું, રસ્તા બેટમાં ફેરવાયા, 3નાં મોત


કુલ્લુમાં પણ આભ ફાટ્યાં બાદ ભયાનક ભૂસ્ખલન

ઉલ્લેખનીય છે કે, કેદારનાથમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બાદ હવે કુલ્લુમાં પણ આભ ફાટવાં અને ભયાનક ભૂસ્ખલન થયાની ઘટના સામે આવી છે. જેના લીધે વિનાશના દૃશ્યો સર્જાયા છે. સૌથી વધુ નુકસાન અહીં નિરમંડ ઉપમંડલના બાગીપુલ વિસ્તાર થયું હતું. અહીં લગભગ 9 જેટલાં મકાન ભૂસ્ખલનની લપેટમાં આવી ગયા હતા. જેના લીધે એક આખો પરિવાર એટલે કે ચાર લોકો મકાન સહિત ભૂસ્ખલનમાં વહી ગયા હતા.

હિમાચલના મંડીમાં આભ ફાટ્યું, 10થી વધુ ગુમ, એકનું મોત, અનેક ઘર કાટમાળ બનીને વહી ગયા 2 - image


Google NewsGoogle News