mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

'ઘર તો ગયું પણ નોકરી તો છે ને...' શિમલામાં હેડ કોન્સ્ટેબલનું ઘર ભૂસ્ખલનમાં ધરાશાયી, છતાં ફરજ પર પહોંચ્યા

હિમાચલમાં પૂર, ભૂસ્ખલન અને આભ ફાટવાની વારંવાર બનતી ઘટનાઓએ બધુ જ વેરવિખેર કરી નાખ્યું

પોલીસ હેડ કોન્સ્ટેબલનું લગભગ એક કરોડ રૂપિયાની કિંમતનું મકાન આ લેન્ડસ્લાઈડની લપેટમાં આવી ગયું હતું

Updated: Aug 18th, 2023

'ઘર તો ગયું પણ નોકરી તો છે ને...' શિમલામાં હેડ કોન્સ્ટેબલનું ઘર ભૂસ્ખલનમાં ધરાશાયી, છતાં ફરજ પર પહોંચ્યા 1 - image

Twitter


હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પંજાબમાં પણ મોનસૂનના સ્વરૂપમાં કહેર વરસી રહ્યો છે. જ્યારે હિમાચલમાં તો પૂર, ભૂસ્ખલન અને આભ ફાટવાની વારંવાર બનતી ઘટનાઓએ બધુ જ વેરવિખેર કરી નાખ્યું છે. રાજ્યને થનારું નુકસાન હજારો કરોડોમાં પહોંચી ગયું છે. ત્યારે એવા પણ અનેક અહેવાલો આવી રહ્યા છે જે તમને અંદરથી હચમચાવી મૂકી શકે છે. એક પોલીસ હેડ કોન્સ્ટેબલનું લગભગ એક કરોડ રૂપિયાની કિંમતનું મકાન આ લેન્ડસ્લાઈડની લપેટમાં આવી ગયું. તેમ છતાં તેનું દુઃખ ભૂલાવી તે ફરજ પર તહેનાત થઈ ગયો હતો. 

હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અશોક ગુલેરિયા 

54 વર્ષીય અશોક ગુલેરિયા ભારતીય સૈન્યમાં લાન્સ નાયક પદેથી નિવૃત્ત થયા હતા અને તેઓ શિમલામાં હેડ કોન્સ્ટેબલ તરીકે તહેનાત થયા હતા. બે વર્ષ પહેલાં તેમણે મંડી જિલ્લામાં તેમના પૈતૃક ગામમાં 80 લાખના ખર્ચે એક ઘર તૈયાર કર્યું હતું. પછી તેમાં ફર્નિચર, ઈન્ટીરિયર પાછળ ખર્ચો કરીને કુલ 1 કરોડ આજુબાજુ આ મકાન તૈયાર થયું હતું. જોકે 14 ઓગસ્ટની સવારે હિમાચલ પ્રદેશમાં જ્યારે ભૂસ્ખલન થયું તો તેમનું આ ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું. તેમની નજરો સામે જ તેમનું સપનાનું ઘર વહી ગયું. જોકે તેમ છતાં તેમણે પોતાની ફરજ પૂરી કરી અને ડ્યુટી પર જતા રહ્યા. 

ગુલેરિયા પોતાની કાર પણ ન બચાવી શક્યા 

ગુલેરિયા કહે છે કે રસ્તો પણ તૂટી જવાને લીધે હું મારી કાર પણ ન બચાવી શક્યો. તેમનું ઘર તૂટવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તે કહે છે કે એ વીડિયોને વારંવાર જોવાથી લોકોને તકલીફ થઈ શકે છે પણ તેની પાછળની પીડા કોઈ જાણતું નથી. તે દુઃખી અવાજમાં કહે છે કે ઘર તો જતું રહ્યું પણ નોકરી તો છે ને. એટલા માટે કર્તવ્યનું પાલન કરી રહ્યો છું. 


Gujarat