રીલ્સમાં કહ્યું મેં જીવનમાં કશું નથી જોયું, પછી બાળકો સહિત તણાઇ: હિમાચલમાં પૂરના કારણે પરિવારનો માળો વિખાયો

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
રીલ્સમાં કહ્યું મેં જીવનમાં કશું નથી જોયું, પછી બાળકો સહિત તણાઇ: હિમાચલમાં પૂરના કારણે પરિવારનો માળો વિખાયો 1 - image


himachal cloud burst update:  હિમાચલના શિમલાના રામપુરમાં વાદળ ફાટ્યા પછી આવેલા પૂરના કારણે હસતાં- રમતાં પરિવારોને ઉજાડી દીધા. આ વિનાશક પૂરમાં ગુમ થયેલા લોકો હજુ સુધી મળ્યા નથી. જેમાં મહિલા કલ્પના કેદારતા (34) અને તેના બે નાના બાળકોનો પણ સમાવેશ થાય છે.

કલ્પના પાવર પ્રોજેક્ટમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી હતી ત્યાથી તેની ટ્રાન્સફર થઈ ગઈ હતી. પરંતુ તે નવા સ્થળાંતર થાય તે પહેલા તે બાળકો સાથે પૂરમાં તણાઈ ગઈ. કલ્પનાએ 30 જુલાઈએ ઈન્સ્ટાગ્રામ પર એક રીલ કરી હતી. જેમાં તે કહી રહી હતી કે, મેં મારા જીવનમાં આજ સુધી કશું જોયું નથી.

મારા પરિવાર હું એકલી જ બચી છું : મહિલા 

આ પૂરમાંથી બચી ગયેલી મહિલા અનિતાએ કહ્યું કે, "હવે હું કેવી રીતે જીવીશ? જ્યાં આખું ગામ સ્મશાન બની ગયું છે. હવે ગામમાં માત્ર મારું ઘર જ બચ્યું છે. મારા પરિવારે ભાગીને મારો જીવ તો બચાવ્યો, પરંતુ હવે પરિવાર હું એકલી જ રહી ગઈ છું. હવે હું કેવી રીતે જીવીશ?"

મહિલાના દિયર કુશલ સુનૈલે જણાવ્યું કે અક્ષિતા અને અદ્વિકને સ્કૂલમાંથી એક અઠવાડિયાની ચોમાસાને લઈને રજા હતી. આથી બંને બાળકોએ એક અઠવાડિયા માટે રામપુરના કંદરી ગામમાં રમતાં હતા. 30 જુલાઈના રોજ બંને બાળકો ભાભી કલ્પના સાથે પરત આવ્યા અને 31મી જુલાઈની રાત્રે તેમની સાથે ક્યારેય ન ભુલાય તેવી દુર્ઘટના બની છે.  

અક્ષિતા ચોથા ધોરણમાં ભણતી હતી, અદ્વિક પહેલામાં હતો

અક્ષિતા અને અદ્વિક ઝાંખરીની એક ખાનગી શાળામાં અભ્યાસ કરતાં હતા. અક્ષિતા ચોથા ધોરણમાં અને અદ્વિક પહેલા ધોરણમાં ભણતી હતી. તેના પિતા જયસિંહ દરરોજ બંને બાળકોને સમેજથી ઝાખરી શાળાએ લઈ જતા હતા. અકસ્માતના દિવસે જયસિંહ સમેજમાં નહોતો. એટલે તેનો જીવ બચી ગયો છે.

પૂરમાંથી બચી ગયેલી મહિલાએ કહ્યું- હવે હું કેવી રીતે જીવીશ

પૂરમાંથી બચી ગયેલા સમેજ ગામની અનિતાએ ભાવુક થઈને કહ્યું, "પ્રભુ, તમે શું કર્યું?" ગામ સ્મશાનમાં ફેરવાઈ ગયું. તેઓ મને ગ્રામજનો સાથે લઈ ગયા હશે. ગામ લોકો વિના હું કેવી રીતે જીવીશ?

રાત્રે અચાનક ઘર ધ્રૂજી ઊઠ્યું, બહાર આવીને જોયુ તો તબાહી મચેલી હતી

ઘટના અંગેની વાત કરતાં તેણે જણાવ્યું કે, રાત્રે અચાનક ઘર ધ્રૂજી ઊઠ્યું. જે પલંગ પર હું સુતી હતી, તે પણ ધ્રૂજવા લાગ્યો હતો. પછી મોટા ભયાનક અવાજો આવ્યા. જ્યારે મેં બહાર જઈને જોયું તો અહીં તબાહી મચેલી હતી. આ દરમિયાન ગામના કેટલાક લોકો તેના ઘર તરફ આવ્યા. તેમણે હાંફતા- હાંફતા કહ્યું કે પૂર આવ્યું છે.

એ પછી મારા પરિવારના સભ્યો રાત્રે ઘર છોડીને થોડે ઉંચાઈ પર આવેલા ભગવતી માતાના મંદિરે દોડી ગયા હતા. અને આખી રાત ત્યાં વિતાવી. મારી સાથે ગામના 10-12 લોકો પણ મંદિરમાં હતા. મારુ ઘર ઉંચાઈ પર હતું, તેથી અમે બચી ગયા.


Google NewsGoogle News