હાઈકોર્ટના ચુકાદા પછી પણ હિજાબ પહેર્યા વગર પરીક્ષા આપવાનો વિદ્યાર્થિનીઓનો ઈનકાર, ક્લાસમાંથી બહાર નિકળી ગઈ
નવી દિલ્હી, તા. 15. માર્ચ. 2022 મંગળવાર
કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા બાદ પણ હિજાબને લઈને હજી પણ વિવાદ ચાલુ છે.
રાજ્યની એક ગર્વમેન્ટ કોલેજમાં વિદ્યાર્થિનીઓએ હિજાબને લઈને કોર્ટનો ચુકાદો સાંભળ્યો હતો અને તેઓ ક્લાસની બહાર નીકળી ગઈ હતી.
આ કોલેજમાં પરીક્ષા હતી અને એ દરમિયાન ચુકાદો આવતા વિદ્યાર્થિનીઓેએ વિરોધ શરુ કર્યો હતો.વિદ્યાર્થિનીઓનુ કહેવુ છે કે, હવે અમારા માતા પિતા સાથે વાત કરીને જ નક્કી કરીશું કે હિજાબ પહેર્યા વગર ક્લાસમાં જવુ કે નહીં...
વિદ્યાર્થિનીઓએ પરીક્ષા સમયે હિજાબ પહેરવાનો આગ્રહ રાખ્યો હતો અને કોલેજના આચાર્યનુ કહેવુ હતુ કે, વિદ્યાર્થિનીઓને અમે ન્યાયાલયના આદેશનુ પાલન કરવા માટે કહ્યુ હતુ.જોકે 35 વિદ્યાર્થિનીઓએ ક્લાસનો બોયકોટ કર્યો હતો.
હાઈકોર્ટના ચુકાદા બાદ કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્બાઈએ કહ્યુ હતુ કે, અમે હાઈકોર્ટના ચુકાદાનુ સન્માન કરીએ છે.વિદ્યાર્થીઓ માટે શિક્ષણ જરુર છે અને બધા શાંતિ રાખે.
ઉલ્લેખનીય છે કે, સ્કૂલો અને કોલેજોમાં હિજાબ જરુરી નથી તેવો ચુકાદો આપીને કર્ણાટક હાઈકોર્ટે આજે આ અંગેની પિટિશન ફગાવી દીધી છે.