Get The App

લિવ-ઈન રિલેશનને લઈને હાઈકોર્ટનો ચુકાદો, પુરુષોને આ મામલે ન બનાવી શકાય દોષિત

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
લિવ-ઈન રિલેશનને લઈને હાઈકોર્ટનો ચુકાદો, પુરુષોને આ મામલે ન બનાવી શકાય દોષિત 1 - image


Image: Wikipedia

Kerala High Court Verdict on Live in Relationship: લિવ-ઈન રિલેશનને લઈને કેરળ હાઈકોર્ટે મહત્વનું નિવેદન આપ્યું છે. કોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે જો કોઈ મહિલા કોઈ પુરુષની સાથે લિવ-ઈનમાં રહે છે તો પુરુષ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 498એ હેઠળ કાર્યવાહી કરી શકાય નહીં. કોર્ટે કહ્યું કે લિવ ઈનમાં રહેતાં કપલ લગ્ન કરતાં નથી. દરમિયાન પુરુષને 'પતિ'નો દરજ્જો આપી શકાય નહીં. 

કોર્ટે કહ્યું કે કલમ 498એ પતિ કે તેના સંબંધીઓ દ્વારા કોઈ મહિલાની સાથે ક્રૂરતા કર્યા જવા પર સજાની જોગવાઈ કરે છે. કોર્ટે કહ્યું કે લગ્ન બાદ જ કોઈ પુરુષ કોઈ મહિલાનો પતિ બની શકે છે. નિર્ણય સંભળાવતા જસ્ટિસ એ બદરુદ્દીને કહ્યું કે કાયદાની નજરમાં લગ્નનો અર્થ લગ્ન છે. કાયદેસર લગ્ન વિના જો કોઈ પુરુષ કોઈ મહિલાનો સાથી બની જાય છે તો કલમ 498એ હેઠળ આવશે નહીં. 

IPCની કલમ 498એ શું છે

આ કલમ હેઠળ જ્યારે કોઈ મહિલાની સાથે તેનો પતિ કે સાસરી પક્ષના લોકો ક્રૂરતા કરે છે તો તેને સજાની જોગવાઈ છે. જે હેઠળ દોષીને 3 વર્ષની જેલ અને દંડ થઈ શકે છે. આ કલમ માત્ર વિવાહિત કપલ પર જ લાગુ થાય છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે લિવઈનમાં રહેતા કપલને આ કલમ હેઠળ દોષિત માની શકાય નહીં. 

શું છે સમગ્ર મામલો

એક મહિલાએ પોતાના લિવઈન પાર્ટનર પર માનસિક અને શારીરિક ક્રૂરતાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું કે માર્ચ 2023થી ઓગસ્ટ 2023 સુધી મહિલાને માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપ્યો. પુરુષ આ મામલાને લઈને હાઈકોર્ટ પહોંચ્યો. પોતાના વિરુદ્ધ મામલાને રદ કરવાનો આગ્રહ કરતાં વ્યક્તિએ દલીલ કરી કે તે ફરિયાદ કરનાર મહિલાની સાથે લિવ-ઈન રિલેશનમાં હતો અને તેની વચ્ચે કોઈ કાયદેસર લગ્ન થયાં નથી.


Google NewsGoogle News