Get The App

સંભલમાં આજે હાઈએલર્ટ, એકતરફ જુમ્માની નમાઝ, બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કડક બંદોબસ્ત

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
High Alert in Sambhal


High Alert in Sambhal: જિલ્લામાં રવિવારે જામા મસ્જિદમાં સરવે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ પછી હવે પોલીસ પ્રશાસન સંપૂર્ણ રીતે સતર્ક છે. આજે શુક્રવારની નમાઝને લઈને છપ્પામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પહેલા ગુરુવારે પોલીસે મસ્જિદ નજીકના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરી હતી. 

સંભલમાં આજે જુમ્માની નમાઝ

સંભલમાં શુક્રવારની નમાઝ શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ-પ્રશાસનના અધિકારીઓ જમીનથી આકાશ સુધી ચાંપતી નજર રાખશે. કોઈ પણ વ્યક્તિ જામા મસ્જિદમાં કડક સુરક્ષા ચેકિંગ વિના નમાઝ પઢવા માટે પ્રવેશ કરી શકશે નહીં. 

અધિકારીઓએ શહેરના મૌલાનાઓને શાંતિ અને સૌહાર્દ જાળવવા અપીલ કરી છે. ઉપરાંત શહેરને 18 સેક્ટરમાં વહેંચીને મેજિસ્ટ્રેટ તૈનાત કરવામાં આવશે. પોલીસ દળ ઉપરાંત આઠ કંપની પીએસી અને એક બટાલિયન આરએએફ તૈનાત કરવામાં આવી છે.

12 કંપની PAC અને RAF પણ તૈનાત

સાવચેતીના પગલા તરીકે, જુમ્માની નમાઝનું સલામત રીતે થઈ જાય તે માટે સાવચેતીના ભાગરૂપે ગુરુવારે જામા મસ્જિદમાં પોલીસ પ્રશાસન દ્વારા 20 સીસીટીવી કેમેરા પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. તાજેતરમાં, પોલીસે આઠ કેમેરા લગાવ્યા હતા પરંતુ હંગામા દરમિયાન બદમાશોએ તેને તોડી નાખ્યા હતા. હવે સુરક્ષા માટે 20 નવા કેમેરા લગાવવામાં આવ્યા છે. નમાઝ પહેલા સમગ્ર મસ્જિદ વિસ્તાર પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે.

મુરાદાબાદ 10 ઝોનમાં વહેંચવામાં આવ્યું 

મુરાદાબાદ શહેરને 10 ઝોન અને 43 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે અને પોલીસ કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવ્યા છે. જામા મસ્જિદ સહિત તમામ મસ્જિદોમાં અને તેની આસપાસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. આ માટે પોલીસની સાથે PAC જવાનોની ડ્યુટી લગાવવામાં આવી છે.

આ પણ વાંચો: વાવાઝોડું ફેંગલ વિનાશ વેરવા તૈયાર, શાળાઓમાં રજા, ભારે વરસાદનું એલર્ટ, જાણો હવે કેટલું દૂર?

સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

મસ્જિદ સમિતિએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીમાં નીચલી કોર્ટના સર્વે ઓર્ડરને પડકારવામાં આવ્યો છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે નીચલી કોર્ટના નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવામાં આવે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બેંચ શુક્રવારે આ મામલે સુનાવણી કરશે. 

સુપ્રીમ કોર્ટમાં એક બાજુ શાહી જામા મસ્જિદનું પ્રબંધન છે, જ્યારે બીજી બાજુ હરિશંકર જૈન છે. મુસ્લિમ પક્ષે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના પાસે વહેલી સુનાવણીની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એક અસાધારણ કેસ છે, તેથી કોર્ટે અસાધારણ પગલાં લેવા જોઈએ.

સંભલમાં આજે હાઈએલર્ટ, એકતરફ જુમ્માની નમાઝ, બીજી બાજુ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કડક બંદોબસ્ત 2 - image



Google NewsGoogle News