'અરે મહિલા છો, કંઈ ખબર નથી તમને..' નીતિશ કુમાર થયા ગુસ્સે, વિધાનસભામાં વિપક્ષને સંભળાવ્યું
Image: Facebook
Nitish Kumar Got Angry in Bihar Assembly: બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતીશ કુમાર એક વખત ફરી ગુસ્સે થયા. જ્યારે સીએમ પોતાનું ભાષણ આપવા માટે ઊભા થયા તો વિપક્ષ હોબાળો કરી રહ્યો હતો. આ દરમિયાન નીતીશ કુમાર આરજેડીના મહિલા ધારાસભ્ય રેખા દેવી પર ગુસ્સે થયા. સીએમે આરજેડીના ધારાસભ્યને કહ્યું કે અરે મહિલા છો, કંઈ ખબર નથી તમને.
નીતીશ કુમારે આરજેડી પર નિશાન સાધતાં કહ્યું, 'આ લોકોએ ક્યારેય કોઈ મહિલાને આગળ વધારી નથી. 2005 બાદથી જ મહિલાને આગળ વધારવાનું શરૂ કર્યું છે ને. તેથી કહી રહ્યા છીએ, ચૂપચાપ સાંભળો. અમે તો સંભળાવીશું પરંતુ તમે નહીં સાંભળો તો તે તમારી ભૂલ છે'.
નીતીશ કુમાર જ્યારે બોલવા માટે ઊભા થયા તો વિપક્ષ અનામતને લઈને વિરોધ કરી રહ્યો હતો. પોતાના ભાષણ દરમિયાન નીતીશ કુમાર વારંવાર વિપક્ષના ધારાસભ્યોને અપીલ કરી રહ્યાં હતાં કે એક વખત આખી વાત સાંભળી લો.
જાતિગત વસ્તી ગણતરીને લઈને નીતીશ કુમાર કહી રહ્યાં હતાં કે મારી ઈચ્છા હતી ત્યારે અમે તમામ પાર્ટીઓને બોલાવી હતી. તે બાદ બેઠક કરવામાં આવી હતી. તે બાદ સર્વે કરવામાં આવ્યો અને જાતિગત વસ્તી ગણતરી કરાવવામાં આવી. તે બાદ જ જાણકારી મળી. આ દરમિયાન વિપક્ષી સભ્યોને સમજાવતાં સીએમ કહી રહ્યાં હતાં કે જો બેસીને આખી વાત સાંભળી લો તો તમને બધાંને ઠીક લાગશે.
નીતીશ કુમારે કહ્યું, 'જ્યારે સર્વસંમતિથી જાતિગત વસ્તી ગણતરી થઈ ગઈ અને પછાતોની સંખ્યા વધુ આવી તો જે 50 ટકા અનામત મર્યાદા હતી તે અમે લોકોએ 75 ટકા કરી. 10 ટકા કેન્દ્ર સરકારે અપર કાસ્ટ માટે લાગુ કરી હતી તો તેને પણ લાગુ કરી. અમે દરેક પરિવારની આર્થિક સ્થિતિની જાણકારી લીધી.