આતિશી માટે દિલ્હીનું સુકાન સંભાળવું સહેલું નહીં હોય, જાણો તેમણે કયા પડકારોનો સામનો કરવો પડશે
Challenges to Atishi as Chief Minister of Delhi : અરવિંદ કેજરીવાલની કેબિનેટમાં સૌથી વધુ શિક્ષિત નેતા આતિશી હવે દિલ્હીનું સુકાન સંભાળવા જઈ રહ્યા છે. દિલ્હી સરકારમાં તેમણે સૌથી મહત્ત્વપૂર્ણ વિભાગ તેમની પાસે છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે તેમણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ મહત્ત્વનું કામ કર્યું છે. આ ઉપરાંત જે રીતે દિલ્હીમાં શિક્ષણ સુધારણાનો શ્રેય આમ આદમી પાર્ટીને મળતો હતો, પરંતુ તેની પાછળ આતિશીનો મહત્ત્વનો રોલ હતો.
હવે જ્યારે તેઓ દિલ્હીના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા ત્યારે તેમની પાસે માત્ર વહીવટી પડકારો જ નહીં, પરંતુ એક નેતા તરીકે પોતાને સ્થાપિત કરવાનો પડકાર પણ હશે. જો કે, આમ આદમી પાર્ટી જે રીતે તેમને ડમી સીએમ કહી રહી છે અને જે રીતે તેઓ પોતે જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી સુધી સીએમ હોવાનું કહી રહ્યા છે, ત્યારે તેમના પડકારો વધી જાય છે.
રાજકારણમાં અનેક સંભાવનાઓ રહેલી છે. અહીં આવતી કાલે શું થવાનું છે, તેની કોઈ નથી જાણતું. હવે આતિષીએ આ રાજકીય ટેસ્ટ મેચમાં વિસ્ફોટક ઇનિંગ રમવાની છે. અને તેમા તેમને સારી ઈનિંગ્સ રમીને તે પોતાની જાતને દિલ્હીની રાજનીતિમાં એવી રીતે સ્થાપિત થવાનું છે, કે આમ આદમી પાર્ટીએ વિચાર્યું પણ ન હોય. જો તેમના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી જીતી જાય તો તેને હટાવવાનો કોઈ મતલબ પણ નથી.
1. કેબિનેટના ખૂબ જ વરિષ્ઠ સાથીદારોને સાથે લઈ ચાલવું જોઈએ
દિલ્હીના સીએમ બન્યા બાદ આતિશી સામે સૌથી મોટો પડકાર આમ આદમી પાર્ટીના વરિષ્ઠ સભ્યોને વિશ્વાસમાં લઈને ચાલવાનું છે. સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા, સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત વગેરે નેતાઓને સાથે લઈ જવું તેમના માટે સૌથી મોટો પડકાર સાબિત થશે. આ તમામ નેતાઓ જાણે છે કે, તેઓ ડમી સીએમ છે, ખરેખર તો સમગ્ર પાવર અરવિંદ કેજરીવાલની પાસે જ છે. આ સાથે સાથે આ તમામ નેતાઓ તેમના હરીફ પણ છે. પાર્ટીના આ નેતાઓ એ પણ ખબર છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વધુમાં વધુ બેઠકો મળે તો પણ અરવિંદ કેજરીવાલના મુખ્યમંત્રી બનશે તે અંગે હજુ પણ શંકા છે, કારણ કે, અરવિંદ કેજરીવાલ પર જે આરોપો લાગેલા છે, તે જ આરોપો 6 મહિના પછી પણ રહેવાના જ છે. આથી આવતા વર્ષે ફરી એકવાર સીએમ પદ માટે રેસ થશે. સ્વાભાવિક છે કે આતિષી પાર્ટીમાં દરેકના નિશાના પર હશે. પાર્ટીના આંતરિક રાજકારણમાં આતિશીને વહીવટી રીતે નિષ્ફળ સાબિત કરવાના પ્રયાસો કરવામાં આવશે.
2. આતિષીએ દિલ અને દિમાગથી કામ કરવું પડશે
દિલ્હીમાં ચાલી રહેલા રાજકીય ઘટનાક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓએ જે પ્રકારે આતિશી પ્રત્યે લાગણી દર્શાવી છે, તે તેમની યોગ્યતા અને મહેનતને ધ્યાનમાં લેતા બિલકુલ યોગ્ય ન કહી શકાય. દિલ્હી સરકારના મંત્રીઓ સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, સોમનાથ ભારતી વગેરે દ્વારા જે પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે, તેના પરથી લાગે છે કે આતિષી ડમી સીએમની જેમ કામ કરશે. એટલે કે, તે અરવિંદ કેજરીવાલની કઠપૂતળી બનીને રોલ કરશે. પરંતુ તેમનો સ્વાભાવ અને લાયકાતને જોતા એવું નથી લાગતું કે તેઓ કોઈની કઠપૂતળી તરીકે કામ કરે. અને જો તે આવું નહી કરે તો તે ટૂંક સમયમાં પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની નજરમાંથી ઉતરી જશે. આમ આદમી પાર્ટીમાં અત્યાર સુધી જે કોઈ અરવિંદ કેજરીવાલની નજરમાંથી ઉતરી ગયા છે, તેની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય છે. તેથી આતિષીએ દિલ અને દિમાગથી તાલમેલ જાળવવો પડશે.
3. જનતાને આપેલા વચનો જે પૂરા થયા નથી, તેનો પણ જવાબ આપવો પડશે
મુખ્યમંત્રીનો તાજ પહેરાવતા પહેલા પણ આતિશીએ દિલ્હી સરકારના મહત્ત્વના વિભાગો સંભાળ્યા હતા. તે શિક્ષણ, નાણા, આયોજન, PWD, પાણી, વીજળી અને જનસંપર્ક મંત્રાલયો સંભાળતા હતા. સ્વાભાવિક છે કે, આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવેલા અનેક વચનો પૂરા કરવામાં નિષ્ફળતા બદલ જવાબ પણ માંગવામાં આવશે. દિલ્હીમાં છેલ્લા 2 વર્ષથી વિકાસ કાર્યો અટકી પડ્યા છે. દિલ્હીમાં ઉનાળામાં પાણીની સમસ્યા ખૂબ મોટી હતી, વરસાદની સિઝનમાં દિલ્હીની ગટર વ્યવસ્થા પડી ભાંગી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય બંનેમાં આમ આદમી પાર્ટીની સરકાર હોવા છતાં દિલ્હીમાં કચરાના ઢગલા છે. રસ્તાઓ ખરાબ રીતે બરબાદ થઈ ગયા છે. આતિશીએ આ બધાનો જવાબ આપવો પડશે. અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા પછી તે સરકાર અનેક સવાલોથી ઘેરાયેલી છે.
4. વિરોધીઓના ટારગેટ પર રહેશે, તેમની આખી કુંડળી જોવાશે
અત્યાર સુધી આતિશી કોઈના ટારગેટમાં નહોતા. તેમના સારા અને ખરાબ કાર્યોમાં તેમના નેતા અરવિંદ કેજરીવાલને નિશાન બનાવતા હતા. પરંતુ હવે આવું નહીં થાય. દિલ્હી માટે સાથે કરવામાં આવેલા દરેક સારા અને ખરાબ કામ માટે તેમને જવાબદાર ગણવામાં આવશે. એટલું જ નહીં તેમના જીવનના જૂના મુદ્દાઓને ઉછાળવામાં આવશે. તેમના ધર્મ, કુટુંબ, વિચારધારા વગેરેમાં દોષો જોવા મળશે. સીએમ પદ માટે તેમના નામની જાહેરાત થતા જ સાંસદ સ્વાતિ માલીવાલે તેમના પર નિશાન સાધવાની શરૂઆત પણ કરી દીધી છે. સ્વાતી માલીવાલનું કહેવું છે કે અફઝલ ગુરુને બચાવવામાં આતિશીનો પરિવાર સામેલ હતો. એવી ઘણી વાતો હશે જે તેમને વિચલિત કરશે. નક્સલવાદીઓ સાથેના તેમના સંબંધોનો પર્દાફાશ થશે અને તે હિંદુ દેવી-દેવતાઓના વિરોધી તરીકે પણ સાબિત કરવામાં આવશે.