હેમંત સોરેનના વફાદાર ચંપાઇ સોરેન બળવાના મૂડમાં, જન્મ દિવસે શુભેચ્છા પણ આપી ન હતી

હેમંત સોરેન જેલમાં હતા ત્યારે ચંપા સોરેનને સત્તા સોંપી હતી

જેલવાસ પુરો થયા પછી હેમંત સોરેને ફરી મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળ્યો

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
હેમંત સોરેનના વફાદાર ચંપાઇ સોરેન બળવાના  મૂડમાં, જન્મ દિવસે શુભેચ્છા પણ આપી ન હતી 1 - image


ઝારખંડ,૧૬ ઓગસ્ટ,૨૦૨૪,શુક્રવાર 

ઝારખંડ વિધાનસભાની આમ તો ચુંટણી યોજાવાની તૈયારીઓ ચાલી રહી છે પરંતુ વર્તમાન ઝારખંડ સરકારથી નારાજ પૂર્વ મુખ્યમંત્રી ચંપા સોરેને રાજકિય ખેલ કરે તેવા એંધાણ મળી રહયા છે. ઝારખંડ મુકિત મોરચા અને કોંગ્રેસની ગઢબંધન સરકાર ચાલે છે. હેમંત સોરેનને ઇડીના કેસમાં જેલવાસો થતાં મુખ્યમંત્રી પદે રાજીનામુ આપીને રાજયની બાગડોર વફાદાર ચંપા શોરેનને સોંપી હતી.

૬ મહિના પછી હેમંત સોરેનનો જેલમાંથી છુટકારો થતા ચંપાઇ સોરેનને ઉતારીને ફરી તેઓ ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા. ચંપાઇ સોરેન પાસેથી જે રીતે સીએમની ખુરશી છીનવી લીધી તેનાથી તેઓ નારાજ હોવાનું માનવામાં આવે છે. રાજકિય વર્તુળોમાં ચર્ચાય છે કે ચંપાઇ સોરેનનો ઝારખંડના કોલ્હાન ક્ષેત્રમાં ખૂબ પ્રભાવ છે. આથી કોલ્હાન ક્ષેત્રમાંથી આવતા ધારાસભ્યો પણ તેમનો સાથ આપવા તૈયાર થયા છે. 

હેમંત સોરેનના વફાદાર ચંપાઇ સોરેન બળવાના  મૂડમાં, જન્મ દિવસે શુભેચ્છા પણ આપી ન હતી 2 - image

ચંપાઇ સોરેન હાલમાં પાટનગર રાંચીથી દૂર સરાયકેલામાં છે. તેઓ રાંચી પાછા ફરશે ત્યારે રાજકિય ચિત્ર વધુ સ્પષ્ટ થશે. તેઓ ભાજપના કેન્દ્રીય નેતૃત્વના સંપર્કમાં હોવાની અટકળો તેજ બની છે. ચંપાઇ સોરેનના ભાજપ તરફના ઝુકાવ માટે આસામના મુખ્યમંત્રી હેમંત બિશ્વ શરમાનો મોટો ફાળો રહયો છે. શરમાએ હેમંત શોરેન સરકાર પર કશું જ નકકર કામ નહી કરવાનો આરોપ મુકયો હતો પરંતુ ૬ મહિનામાં જે થોડુંક કામ થયું છે તેના માટે ચંપાઇ શોરેનના વખાણ કર્યા હતા.

અગાઉ પણ ચંપાઇ શોરેનના આસામના મુખ્યમંત્રીએ પ્રશંસા કરી ચુકયા છે. હેમંત શોરેનની નારાજગીની ચર્ચા ઘણા સમયથી થઇ રહી છે. ૧૦ ઓગસ્ટના રોજ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના જન્મ દિવસ હતો. ચંપાઇ સોરેને સોશિયલ મીડિયા પર અભિનંદન ના આપતા અટકળોને વધુ જોર મળ્યું હતું. સામાન્ય રીતે ચંપાઇ સોરેન પોતાના સોશિયલ હેન્ડલ પરથી નજીકના નેતાઓ અને મિત્રોના જન્મ દિવસની વધામણી આપતા રહયા છે પરંતુ ખાસ ગણાતા હેમંત સોરેનને બાકાતા રાખતા રાજકિય વાતાવરણ બગડી રહયું હોવાના એંધાણ મળવા શરુ થયા હતા.


Google NewsGoogle News