Get The App

'મેં આવી મુશ્કેલ ચૂંટણી ક્યારેય નથી જોઈ', ઝારખંડમાં જીત બાદ હેમંત સોરેનનું નિવેદન

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
'મેં આવી મુશ્કેલ ચૂંટણી ક્યારેય નથી જોઈ', ઝારખંડમાં જીત બાદ હેમંત સોરેનનું નિવેદન 1 - image


Jharkhand Assembly Election Results 2024 : ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેન બીજી વખત પરત ફરી રહ્યા છે. ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાની હેઠળનું ગઠબંધન વિધાનસભાની 81માંથી 57 બેઠકો પર આગળ છે. શનિવારે બપોરે વિજયની પુષ્ટિ થયા બાદ એક અખબાર સાથે વાત કરતા હેમંત સોરેને આ જીતનો શ્રેય તેની પત્ની કલ્પના સોરેન અને તેની ટીમને આપ્યો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની જીત પર વડાપ્રધાન મોદીનું સંબોધન, કહ્યું- 'એક હૈ તો સેફ હૈ'નો નારો સમગ્ર ભારતનો મંત્ર બન્યો

હેમંત સોરેને કહ્યું, 'અમે અમારું હોમવર્ક કર્યું હતું અને અમારા લક્ષ્યો નક્કી કર્યા હતા. અમે જાણતા હતા કે તે ખૂબ જ મુશ્કેલ મુકાબલો હશે. તેથી અમે અમારી ટીમ સાથે જમીન પર કામ કરવા નીકળી પડ્યા હતા. તે મહાન ટીમવર્ક હતું અને અમે જે સંદેશ આપવા માંગતા હતા તે પહોંચાડ્યો.

પત્ની કલ્પના  'વન મેન આર્મી'

તેમણે કહ્યું, 'તમે જોયું કે અમે લોકસભા ચૂંટણીમાં કેવું પ્રદર્શન કર્યું હતું (જેએમએમ-કોંગ્રેસ ગઠબંધને 14માંથી પાંચ બેઠકો જીતી હતી). જો હું જેલની બહાર હોત, તો અમે વધુ સારું કર્યું હોત. એ સમયે મારી પત્ની કલ્પના સોરેન 'વન-મેન આર્મી' તરીકે કામ કરતી હતી, પરંતુ આ વખતે અમે બે હતા.

'મતદાર અને નેતા વચ્ચેનો સંબંધ વિદ્યાર્થી અને શિક્ષક જેવો હોવો જોઈએ'

ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મુદ્દો જોર શોરથી ઉઠાવ્યો હતો. તેના પર બોલતા હેમંત સોરેને કહ્યું, 'મુખ્ય વાત એ છે કે સાંભળનારા લોકો કોણ સાંભળે છે, અને તેઓ તેમાંથી શું લે છે. મતદાર અને નેતા વચ્ચેનો સંબંધ શિક્ષક અને વિદ્યાર્થી જેવો હોવો જોઈએ. શિક્ષકે વિદ્યાર્થીની જરૂરિયાતોને સમજવી જોઈએ.

'આવી ચૂંટણી ક્યારેય જોઈ નથી'

હેમંતે કહ્યું, 'લોકોએ જોયું કે છેલ્લા પાંચ વર્ષમાં અમે કેવી રીતે તેમની સાથે રહ્યા, તેઓએ અમને ખૂબ નજીકથી જોયા છે. મતદારોના મનમાં જે પણ કાંઈ મુદ્દા હતા, તે દરેક સવાલોના સંતોષપૂર્વક અમે ખાતરી કરીને તેમના પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમે ભાજપ જે ખોટુ કરી રહી હતી તેના પર ધ્યાન આપ્યું અને એ વાત પર વધારે ભાર આપ્યો કે અમે શું સાચુ કરી રહ્યા છીએ. 

આ પણ વાંચો : ઝારખંડમાં ફરી હેમંત સોરેન સરકાર, ઈન્ડિયા બ્લોકને 55થી વધુ બેઠકો જીતી

તેમને પૂછવામાં આવ્યું કે, શું તમે કહેશો કે આ ચૂંટણી જીતવા માટે તમારા પર ઘણું દબાણ હતું? તેમણે કહ્યું, 'બહુજ, હું તમને કહી શકતો નથી કે ત્યાં કેટલું દબાણ હતું... તે ખૂબ મુશ્કેલ હતું. મને નથી લાગતું કે, મેં આટલી મુશ્કેલ ચૂંટણી ક્યારેય જોઈ હોય અને એવું નથી લાગતું કે, ભવિષ્યમાં હું ક્યારેય જોઈશ.



Google NewsGoogle News