Get The App

EDની કાર્યવાહી વિરુદ્ધ હેમંત સોરેન 'સુપ્રીમ'ના શરણે, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ શુક્રવારે કરશે સુનાવણી

- બુધવારે રાત્રે હેમંત સોરેનની ધરપકડ કરવામાં આવી હતી

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
EDની કાર્યવાહી વિરુદ્ધ હેમંત સોરેન 'સુપ્રીમ'ના શરણે, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ શુક્રવારે કરશે સુનાવણી 1 - image


નવી દિલ્હી, તા. 01 જાન્યુઆરી 2024, ગુરૂવાર 

ઝારખંડની સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાના પ્રમુખ અને મુખ્યમંત્રી હેમંત સોરેનની EDએ જમીન કૌભાંડ સાથે સબંધિત મની લોન્ડ્રિંગ મામલે ધરપકડ કરી લીધી હતી. હવે હેમંત સોરેને EDની ધરપકડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે આજે સુપ્રીમ કોર્ટમાં સોરેનની ધરપકડનો મામલો મૂક્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે આ મામલે શુક્રવારે સુનાવણી કરવા માટે જણાવ્યું છે.

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ શુક્રવારે કરશે સુનાવણી

હેમંત સોરેનની અરજી સુપ્રીમ કોર્ટમાં પહોંચી ત્યારે ઝારખંડના પૂર્વ સીએમ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી રજૂ થયા હતા. સિબ્બલ અને સિંઘવીએ સાથે મળીને ચીફ જસ્ટિસ સમક્ષ હેમંત સોરેનની અરજી રજૂ કરી અને તેમની ધરપકડ સામે સુનાવણીની માંગ કરી હતી. આ દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે, 'આવી રીતે કોઈ સીએમની ધરપકડ ન થઈ શકે આ માટે મિલોર્ડ કોઈ નિયમ બનાવો'. ચીફ જસ્ટિસે આ મામલે કહ્યું કે, તેઓ શુક્રવારે આ કેસની સુનાવણી કરશે. આવી સ્થિતિમાં હેમંત સોરેન ગુરુવારે પણ EDની કસ્ટડીમાં રહેશે. બુધવારે રાત્રે સોરેનની ધરપકડ કરવામાં આવી હતી.

EDની ધરપકડ બાદ હેમંત સોરેને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી

ED તરફથી રજૂ થયેલા સોલિસીટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, હેમંત સોરેન દ્વારા આ જ પ્રકારની અરજી ઝારખંડ હાઈકોર્ટમાં પણ દાખલ કરવામાં આવી છે. તેના પર કપિલ સિબ્બલે કહ્યું કે, સોરેન હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચી લેશે. EDની ધરપકડ બાદ હેમંત સોરેને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમની અરજી કેન્દ્રીય એજન્સીની કાર્યવાહી વિરુદ્ધ હતી. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર અને જસ્ટિસ અનુભા રાવત ચૌધરીની બેન્ચ આજે આ મામલે સુનાવણી કરવાની હતી.


Google NewsGoogle News