Get The App

ઝારખંડમાં ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન, કોંગ્રેસની કેટલી ભાગીદારી?

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
ઝારખંડમાં ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન, કોંગ્રેસની કેટલી ભાગીદારી? 1 - image


Hemant Soren Oath Jharkhand: ઝારખંડમાં અનપેક્ષિત વિજય મેળવનાર I.N.D.I.A. ગઠબંધનને ભાજપને પરાજય આપ્યો હતો. આ ચૂંટણી જીતનો શ્રેય હેમંત સોરેનને જાય છે જેઓ હવે ફરી ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આજે તે ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બનશે. 

પીએમ મોદીને પણ આમંત્રણ 

તેમના શપથ સમારોહમાં ઘણા દિગ્ગજ અને મોટા ચહેરાઓ પણ ભાગ લેશે. I.N.D.I.A. ગઠબંધનના તમામ મોટા નેતાઓ તેમની હાજરી આપશે. જેમાં રાહુલ ગાંધી અને મલ્લિકાઅર્જુન ખડગે જેવા દિગ્ગજો પણ સામેલ છે. એટલું જ નહીં, આ સિવાય પીએમ મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

શું માત્ર હેમંત જ શપથ લેશે?

હાલમાં શપથ ગ્રહણ પહેલા ભારે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. હેમંત જૂથ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર JMM ચીફ જ સીએમ પદના શપથ લેશે, તો બીજી તરફ કોંગ્રેસ કેમ્પ દાવો કરી રહી છે કે અન્ય કેટલાક ધારાસભ્યો પણ મંત્રીપદના શપથ લેવાના છે. આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી તેથી અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. એવી ચર્ચા છે કે કોંગ્રેસ ઘણા મંત્રાલયો પોતાની પાસે રાખવા માંગે છે. કોંગ્રેસના આ વખતે 16 ધારાસભ્યો જીતીને વિધાનસભા પહોંચ્યા છે એટલા માટે તે પોતાની પાસે ઘણાં મંત્રાલય રાખવા માગે છે. ઝારખંડમાં ચોથી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન, કોંગ્રેસની કેટલી ભાગીદારી? 2 - image




Google NewsGoogle News