Get The App

સુપ્રીમે ઇડીના સમન્સ વિરુદ્ધ હેમંત સોરેનની અરજી ફગાવી

ઇડીએ ઝારખંડના મુખ્યપ્રધાન સોરેનને ચોથી વખત સમન્સ મોકલીને ૨૯ સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે

સુપ્રીમે ઝારખંડના મુખ્યપ્રધાનને હાઇકોર્ટમાં અરજી કરવા કહ્યું

Updated: Sep 18th, 2023


Google NewsGoogle News


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૧૮સુપ્રીમે ઇડીના સમન્સ વિરુદ્ધ હેમંત સોરેનની અરજી ફગાવી 1 - image

મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ આપેલા સમન્સની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગયેલા ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનને નિરાશા સાંપડી છે. સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી તેમને હાઇકોર્ટ જવાની સલાહ આપી છે.

સુપ્રીમ કોર્ટના આ આદેશ પછી સોરેને પોતાની અરજી પરત લઇ લીધી છે. સોરેન હવે ઇડીના સમન્સને હાઇકોર્ટમાં પડકારશે.

ન્યાયપ્ર્તિ અનિરુદ્ધ બોસ અને ન્યાયમૂર્તિ બેલા એમ ત્રિવેદીની ખંડપીઠે જણાવ્યું હતું તે આવા કેસ હાઇકોર્ટમાંથી આવવા જોઇએ ડાયરેક્ટ નહીં. તમે હાઇકોર્ટ કેમ ન ગયા?

સોરેનની તરફથી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે હું હાઇકોર્ટ જવા માગુ છું પણ કાયદાના કેટલાક આવા જ પ્રશ્રો આ કોર્ટમાં પણ છે.

ઇડીના સમન્સ પર રોકની માગ ઉપરાંત સોરેને પીએમએલએ એક્ટની કલમ ૫૦ અને ૬૩ની બંધારણીય કાયદેસરતાને પણ પડકારી છે.

સોરેનની તરફથી હાજર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ સુપ્રીમ કોર્ટમા દાવોે કર્યો હતો કે આ પાછળ પડી જવાનોે કેસ છે.

ઉલ્લેખનીય છે કે ઇડીએ ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનને ચોથી વખત સમન્સ મોકલીને ૨૯ સપ્ટેમ્બરે હાજર થવાનો આદેશ આપ્યો છે. આ અગાઉના ત્રીજા સમન્સમાં સોરેનને ૯ સપ્ટેમ્બરે હાજર થવા જણાવ્યું હતું.

 

 

 


Google NewsGoogle News