Get The App

દિગ્ગજ મુખ્યમંત્રીની વય અંગે છંછેડાયો વિવાદ, પાંચ વર્ષમાં ઉંમર સાત વર્ષ વધી જતા હોબાળો!

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
Hemant Soren


Jharkhand Assembly Election: ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં વિવિધ પક્ષો વચ્ચે આકરા પ્રહારો સાથે જનતાને આકર્ષિત કરવાની વ્યૂહનીતિએ જોર પકડ્યું છે. એવામાં વર્તમાન મુખ્યમંત્રીના હેમંત સોરેનના એફિડેવિટમાં ઉંમરને લઈને વિરોધાભાસ જોવા મળતાં વિવાદ છેડાયો છે. ઉમેદવારી પત્ર રજૂ કરતાં હેમંત સોરેને એફિડેવિટમાં પોતાની ઉંમર 49 વર્ષ દર્શાવી છે. જ્યારે ગત ચૂંટણીમાં તેમની ઉંમર 42 વર્ષ હતી.

વય પાંચ વર્ષમાં સાત વર્ષ વધી

હેમંત સોરેને સાહેબગંજની બરહેટ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં સોરેને પોતાની ઉંમર 49 વર્ષ દર્શાવી છે. જ્યારે 2019માં સોરેન દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાં ઉંમર 42 વર્ષ દર્શાવાઈ હતી. જેથી હરીફ પક્ષો સોરેન પાંચ વર્ષમાં સાત વર્ષ મોટા થયા હોવાની ટીખળ કરી રહ્યા છે.

દિગ્ગજ મુખ્યમંત્રીની વય અંગે છંછેડાયો વિવાદ, પાંચ વર્ષમાં ઉંમર સાત વર્ષ વધી જતા હોબાળો! 2 - image

ભાજપે પ્રહારો કર્યા

આસામના મુખ્યમંત્રી અને ઝારખંડ પ્રદેશ ભાજપના સહ પ્રભારી હિમંત બિસ્વા સરમાએ હેમંત સોરેનની એફિડેવિટમાં વિરોધાભાસ અંગે ટીખળ કરતાં કહ્યું છે કે, હેમંત સોરેનની ઉમેદવારી રદ થવી જોઈએ નહીં. તેમને જનતા જ હરાવશે. જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ બાબુલાલ મરાંડીએ આ વિરોધાભાસને ખોટો ઠેરવતાં ચૂંટણી પક્ષને આ મામલે ધ્યાન દોરવા કહ્યું છે.

આ પણ વાંચોઃ ખુશીઓ માતમમાં ફેરવાઈ, ઘરઆંગણે દિવાળી ઉજવતાં કાકા-ભત્રીજાના અંધાધૂંધ ગોળીબારમાં મોત

ઝારખંડ મુક્તિ મોરચાએ કર્યો બચાવ

આ વિવાદ બાદ જેજેએમના નેતા મનોજ પાંડેયે સોરેનનો બચાવ કરતાં કહ્યું કે, JMM કશું છુપાવતો નથી. તેણે તમામ ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે. રિટર્નિંગ ઓફિસરે પણ ચકાસ્યા છે. ભાજપને હારનો અંદાજ થતાં તે હવે આ પ્રકારના ષડયંત્રો રચી રહી છે. અમે નકલી લોકો નથી. ભાજપના ઘણાં નેતાઓ ડોક્યુમેન્ટમાં નકલી ડિગ્રીઓ રજૂ કરી છે. હેમંત સોરેન ઝારખંડ મુક્તિ મોરચાના નેતા છે. જે કોંગ્રેસ ગઠબંધનનો હિસ્સો છે. સોરેન બરહેટ બેઠક પરથી ચૂંટણી લડવાના છે. આ વખતે ઝારખંડની ચૂંટણી રસપ્રદ રહેશે કારણકે, ભાજપે ગમાલિયલ હેમ્બ્રોમ પર દાવ લગાવ્યો છે.

હેમ્બ્રોમ 2019માં ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (આજસુ) પક્ષની ટિકિટ પર બરહેટ પરથી ચૂંટણી લડ્યા હતાં. જ્યાં 2573 મત જ મળ્યા હતા. ભાજપ ઉમેદવાર હેમ્બ્રોમે આ વખતે પણ બરહેટ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. ઝારખંડ વિધાનસભાની 81 બેઠકો પર 13 અને 20 નવેમ્બરે મતદાન થશે. 23 નવેમ્બરે મત ગણતરી થશે.

દિગ્ગજ મુખ્યમંત્રીની વય અંગે છંછેડાયો વિવાદ, પાંચ વર્ષમાં ઉંમર સાત વર્ષ વધી જતા હોબાળો! 3 - image


Google NewsGoogle News