દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા હીરાલાલ સામરિયા, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ
આનંદી રામાલિંગમ અને વીકે તિવારીની ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિમણુંક કરાઈ
Heeralal Samariya sworn in as Chief Information Commissioner : રાજસ્થાનના હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત ચીફ ઇન્ફોર્મેશન કમિશનર બન્યા છે. દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવ્યા. આ માહિતી રાષ્ટ્રપતિ ભવન દ્વારા આપવામાં આવી છે. હીરાલાલ સામરિયા હાલમાં માહિતી કમિશનર તરીકે ફરજ બજાવે છે. તેમણે શ્રમ અને રોજગાર મંત્રાલયમાં સચિવ તરીકે પણ કાર્ય કરેલું છે. તેમની સાથે અન્ય બે માહિતી કમિશનરની પણ નિમણૂક કરવામાં આવી છે. આનંદી રામાલિંગમ અને વીકે તિવારીને ઇન્ફોર્મેશન કમિશનર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
#WATCH | President Droupadi Murmu administers the Oath of Office to Heeralal Samariya, the Chief Information Commissioner at Rashtrapati Bhavan. pic.twitter.com/tPaDthy1qn
— ANI (@ANI) November 6, 2023
દેશને મળ્યા પ્રથમ દલિત CIC
હીરાલાલ સામરિયા દેશના પ્રથમ દલિત CIC બન્યા છે. તેમનો જન્મ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના એક ગામમાં થયો હતો. તેઓ 1985 બેચના IAS અધિકારી છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સવારે યોજાયેલા સમારોહમાં હીરાલાલ સામરિયાને ચીફ ઇન્ફોર્મેશન કમિશનર તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. 3 ઓક્ટોબરે વાયકે સિંહાનો કાર્યકાળ પૂરો થતાં ચીફ ઇન્ફોર્મેશન કમિશનરનું પદ ખાલી હતું.