ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે ગંગા તોફાની બની, નદી કિનારે રહેતા હજારો લોકોને સલામત સ્થળે ખસેડાયા
Heavy rains in Uttarakhand : ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે રવિવારે ઋષિકેશમાં ગંગા નદીનું જળસ્તર એકા-એક વધી ગયું છે. ત્યા સુધી કે, નદીનું પાણીનું સ્તર ત્રિવેણી ઘાટના આવેલા આરતી સ્થળ પર પહોંચવા લાગ્યું હોવાથી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) એ મુસાફરોને ચેતવણી જારી કરી હતી, અને યાત્રાળુઓને રાત્રે ઘાટ પર ન જવાની સલાહ આપી હતી.
દેહરાદૂનના પોલીસ અધિક્ષક (ગ્રામીણ) લોકજીતે કહ્યું કે, પોલીસ સતત વહીવટીતંત્ર સાથે સંપર્કમાં જ છે. નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે "પાણીના સ્તર વધવાની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી. અમે વહીવટીતંત્ર અને સંબંધિત વિભાગો સાથે સતત સંપર્કમાં છીએ. તેમજ પોલીસ પણ જરૂરી કાર્યવાહી કરી રહી છે. નદી કિનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અને લોકોને નદી કિનારે જતા રોકવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે."
10 જુલાઈ સુધી ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં 10 જુલાઈ સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDએ ઘણી જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. કુમાઉ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ઉત્તરાખંડના ચમોલી, રૂદ્રપ્રયાગ અને પૌરી જિલ્લામાં રવિવારે ભારે વરસાદની સંભાવના છે. દેહરાદૂન, ટિહરી, હરિદ્વાર અને ઉત્તરકાશી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સ્થળોએ ભારે વરસાદની શક્યતા
હવામાનની આગાહી પ્રમાણે કે, 8-9 જુલાઈના રોજ રાજ્યના પહાડી અને મેદાની વિસ્તારોમાં ગાજવીજ અને ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. એ પછી 10 જુલાઈએ ટિહરી, પૌરી, બાગેશ્વર, અલ્મોડા, નૈનીતાલ અને ચંપાવત જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે.