Get The App

VIDEO: મનાલીમાં કુદરતનું રૌદ્ર સ્વરુપ, આભ ફાટ્યાં બાદ પહાડો પરથી પથ્થર વરસ્યાં, નદીઓ બની ગાંડીતૂર

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Manali Flood


Manali Flood: હિમાચલ પ્રદેશના મનાલીથી 10 કિ.મી. દૂર સોલંગ વેલીમાં આભ ફાટતાં (Manali Cloud Burst) ભારે નુકશાન થયું છે. અડધી રાતે પડેલા ભારે વરસાદ પછી આશરે 1 વાગ્યે અંજનિ મહાદેવ નાળામાં ભયાનક પૂર (Manali Flood) આવ્યું. જેના લીધે ધૂંધીથી પલચાન અને મનાલી શહેર સુધી અફરાતફરી થઈ ગઈ. વ્યાસ નદીનું જળસ્તર વધી ગયું. પર્વતો પરથી પથ્થરો પણ ધસી આવ્યા જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. 

આ પણ વાંચો : મુંબઈ ભારે વરસાદથી થયું જળમગ્ન, રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું, અનેક લોકોનું સ્થળાંતર

વરસાદી આફત પછીના અનેક વીડિયો વાયરલ 

મનાલીના સોલંગવેલી રિસોર્ટ નજીકના ઘણા વીડિયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે નાળામાં એકાએક પાણીનો ધસમસતો પ્રવાહ આવી જાય છે. પૂરની લપેટમાં આવતાં બે મકાનો પણ પાણીમાં વહી ગયાની માહિતી મળી હતી. આ ઉપરાંત આભ ફાટ્યા બાદ સર્જાયેલા પૂરમાં અનેક પશુઓ પણ તણાઈ ગયા હતા. અહીં આવેલા 9 મેગાવૉટના પાવર પ્રોજેક્ટને પણ ઘણું નુકસાન થયું હતું.

રસ્તાઓ પર પથ્થરોનો ખડકલો સર્જાયો 

પલચાનથી આગળ આવેલા પુલ પર મોટા મોટા પથ્થરોનો ખડકલો સર્જાયો છે. લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા. આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વમંત્રી ગોવિંદ સિંહ પણ ઘટનાસ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. હાલ રસ્તો બંધ છે અને પથ્થરો ખસેડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 

આ પણ વાંચો : મધ્ય ગુજરાતમાં વરસાદી મુસીબત: બોરસદમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, 200થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા

લેહ મનાલી હાઈવે બંધ 

ભારે પૂરને લીધે અટલ ટનલથી ચાર કિ.મી. પહેલા આવેલા ધૂંધી ટનલથી લઈને પલચાન સુધી નુકસાનના અહેવાલ છે. એક જગ્યાએ સ્નોગેલેરી કાટમાળમાં બદલાઈ ગઈ છે. લેહ મનાલી વચ્ચેનો હિસ્સો પણ તૂટી ગયો છે. લાહોલ સ્પિતીમાં પ્રવાસીઓ ફસાયાની માહિતી મળી છે. હાઈવે પર વાહનોની અવરજવર અટકી ગઈ છે.

VIDEO: મનાલીમાં કુદરતનું રૌદ્ર સ્વરુપ, આભ ફાટ્યાં બાદ પહાડો પરથી પથ્થર વરસ્યાં, નદીઓ બની ગાંડીતૂર 2 - image


Google NewsGoogle News