VIDEO: રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ, 5 તણાયાં, 1 મહિલાનું મોત

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Heavy Rain In Rajasthan


Heavy Rain In Rajasthan: ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ હતી. આ દરમિયાન રાજસ્થાનથી એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. અહીં પર્વતીય વિસ્તારોમાં આવેલા પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના લીધે જાણે કોઈ મોટો ધોધ વહેતો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

5 પ્રવાસીઓ તણાયા, એક મહિલાનું મોત 

પર્વત પરથી વહેતા ધોધમાં 5 પ્રવાસીઓ વહી જતાં તંત્રની ચિંતા વધી ગઇ હતી. માતાના દર્શને આવેલી ડુંગરપુરની એક મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ પર્યટકોને પોલીસે આજુબાજુના લોકોની મદદથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિની હજુ પણ શોધખોળ ચાલુ છે. શનિવારે મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં હતાં.

આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: નરોડામાં 4 કલાકમાં 2 ઇંચ, મીઠાખળી અંડરપાસ બંધ


મૃતકની ઓળખ જાહેર કરાઇ 

જસવંતપુરાના એસડીએમએ જણાવ્યું કે મંદિરના પગથિયાં પર ધોધની જેમ આવતા પાણીના તેજ વહેણને કારણે 5 પર્યટક વહી ગયા હતા જેમાં ત્રણને તો તંત્રના લોકોએ બચાવી લીધા હતા પણ એક મહિલાને બચાવી શકાઈ નહોતી. જોકે હજુ સુધી એકની શોધખોળ ચાલી રહી છે. પાણીના વહેણમાં તણાઈ ગયા બાદ બચાવી લેવાયેલા લોકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતકની ઓળખ ડુંગરપુરની વતની લક્ષ્મી પ્રેમચંદ તરીકે થઇ હતી.

VIDEO: રાજસ્થાનના પ્રસિદ્ધ સુંધા માતાના મંદિરે આભ ફાટ્યા જેવી સ્થિતિ, 5 તણાયાં, 1 મહિલાનું મોત 2 - image


Google NewsGoogle News