દિલ્હીમાં મેઘતાંડવ, અનેક વિસ્તારોમાં પાણી-પાણી, એરપોર્ટ પર ટર્મિનલ-1ની છત તૂટતાં એકનું મોત
Heavy Rain In Delhi: ઉત્તર ભારતમાં ચોમાસાએ દસ્તક આપી છે. ગુરુવારે (27મી જૂન) મોડી રાતથી દિલ્હી-એનસીઆરના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે IGI એરપોર્ટના ટર્મિનલ-1ની છત તૂટી પડી હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 29મી અને 30મી જૂને દિલ્હીમાં ભારે વરસાદની સંભાવના છે.
ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પર અકસ્માત
ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પર અકસ્માત સર્જાયો હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ની છત જોરદાર પવન અને ભારે વરસાદના કારણે તૂટી પડી હતી, જેના કારણે કાર કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની માહિતી મળતાં જ ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. આ દુર્ઘટનાને કારણે 20થી વધુ ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે.
#WATCH | NDRF officials present at Delhi airport's Terminal-1, where a portion of canopy collapsed amid heavy rainfall today, killing one person and injuring several others. pic.twitter.com/Avg94Xe8A2
— ANI (@ANI) June 28, 2024
રસ્તાઓ પર પાણી ભરાયા
નોઈડાની વાત કરીએ તો ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: વિપક્ષ નેતા રાહુલ ગાંધીના શિરે મોટી જવાબદારી: TMC અને ચૂંટણીઓ સહિત ચાર મોટા પડકાર
હવામાન વિભાગે 29મી અને 30મી જૂને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. 28મી જૂને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી.