VIDEO | વરસાદ બન્યો આફત, ભૂસ્ખલન થતાં પથ્થરો નીચે વાહનો દટાયાં, હિમાચલમાં તંત્ર દોડતું થયું

Updated: Jun 28th, 2024


Google NewsGoogle News
VIDEO | વરસાદ બન્યો આફત, ભૂસ્ખલન થતાં પથ્થરો નીચે વાહનો દટાયાં, હિમાચલમાં તંત્ર દોડતું થયું 1 - image


Himachal Pradesh Landslide : દેશના મોટાભાગના હિસ્સામાં ગુરુવાર રાતે અને શુક્રવારે ભારે વરસાદે તારાજી સર્જી હતી. વરસાદે લીધે પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની હતી. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની આજુબાજુ અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. કાટમાળ નીચે અનેક વાહનો ફસાઈ ગયા હતા જેના લીધે અફરા તફરી મચી ગઇ હતી. 

પર્વતો પરથી મોટા મોટા પથ્થરો પડ્યાં 

ભારે વરસાદને કારણે ભૂસ્ખલન જેવી ઘટના બનતાં મોટા મોટા પથ્થરો પહાડ પરથી નીચે પડ્યા હતા. જેની લપેટમાં માર્ગો પરથી પસાર થતાં વાહનો આવી ગાય હતા. તેમાં 3થી 4 વાહનો ફસાઈ ગયા હતા. જોકે ત્યાં હાજર લોકોએ હેમખેમ લોકોને બચાવી લીધા હતા. 

રેસ્ક્યૂ ઓપરેશન શરૂ 

ઘટનાસ્થળે એકાએક અફરાતફરી મચી ગઇ હતી. પોલીસ અને સ્થાનિક તંત્રને પણ ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી જેના બાદ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. વાહનવ્યવહાર પણ થંભી ગયું હતું. પર્યટકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે જેના લીધે સ્થાનિક સરકારે એલર્ટ જાહેર કરી દીધું છે. 

દિલ્હી પણ બેટમાં ફેરવાયું 

થોડા દિવસ પહેલા પાણી માટે ફાંફા મારતી દેશની રાજધાની એક જ વરસાદમાં પાણી પાણી થઈ ગઇ હતી. અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયું હતું. અનેક અંડરબ્રિજમાં તો વાહનો ડૂબી ગયા હતા. 


Google NewsGoogle News