દક્ષિણ ભારતમાં પૂરની સ્થિતિ : કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં ભારે વરસાદ, શાળાઓમાં રજા જાહેર કરાઈ
નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાયું
Heavy rain in south india : કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળમાં વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના વિવિધ શહેરોમાં પૂર જેવી સ્થિતિ બની છે. સરકાર દ્વારા લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી ખસેડવામાં આવી રહ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાવાના કારણે જનજીવન ખોરવાયું છે.
કેરળમાં ભારે વરસાદના કારણે એલર્ટભારતીય હવામાન વિભાગએ ભારે વરસાદના કારણે કેરળના પથનમથિટ્ટામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. રેડ એલર્ટ 24 કલાકમાં 20 સેમીથી વધુના ભારેથી અતિ ભારે વરસાદને સૂચવે છે. મંત્રી કે. રાધાકૃષ્ણને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સબરીમાલા તીર્થયાત્રીઓની સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો હતો. તેમજ પૂર જેવી સ્થિતિ હોવાને કારણે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
તમિલનાડુની શાળામાં રજા જાહેર કરાઈ
અહેવાલો અનુસાર, તમિલનાડુના થેની જિલ્લા વહીવટીતંત્રે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ હતી, જ્યારે થિરુનેલવેલી, કન્યાકુમારી, તેનકાસી, પુડુકોટ્ટાઈ, થૂથુકુડી, વિરુધુનગર અને નીલગિરિસ અન્ય સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહીને કારણે આજે શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી.