શિમલા-મનાલી ફરવા જવાનો પ્લાન હોય તેમના માટે ગુડ ન્યૂઝ, હિમાચલ પ્રદેશ સરકારે કરી મોટી જાહેરાત
હરવા-ફરવાનો શોખિનો માટે હિમાચલ સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. જો તમે હિમાચલમાં જવાનો પ્લાન કરી રહ્યા છો, તમારા માટે બંપર ડિસ્કાઉન્ટ મળશે.
ચોમાસાની સિઝનમાં ઘણા લોકો ફરવા જાય છે. તેમને ચોમાસાના હવામાનનો આનંદ માણે છે. મોટાભાગના લોકો પર્વતીય રાજ્યોમાં ફરવા જતાં હોય છે. જો કે, આ વર્ષે પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદ થયો હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
હિમાચલ પ્રદેશમાં પણ આ વર્ષે વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. પરંતુ હવે હિમાચલમાં બધું સામાન્ય થઈ ગયું હોવાથી હિમાચલ પ્રદેશ સરકારે પ્રવાસીઓના હિતમાં એક મહત્ત્વની જાહેરાત કરી છે, જે ફરવાના શોખિનો માટે સારા સમાચાર છે. જાહેરાત પ્રમાણે હવે જે પણ હિમાચલની મુલાકાતે આવશે તેને બમ્પર ડિસ્કાઉન્ટ મળશે.
હોટલોમાં ભારે ડિસ્કાઉન્ટ મળશે
હિમાચલ પર્યટન વિકાસ નિગમે હોટલોમાં ચાલી રહેલા મોનસુન ડિસ્કાઉન્ટને 13મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધી લંબાવી દીધું છે. હવે આ સમયગાળા દરમિયાન જો કોઈ પ્રવાસી હિમાચલમાં ફરવા માટે જાય તો તેને 40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહેશે. વરસાદને કારણે પ્રવાસીઓ હિમાચલમાં આવી શક્યા ન હતા, પરંતુ હવે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
શિમલામાં ફરવા માટે હાલનો સમય બેસ્ટ
સામાન્ય રીતે લોકો હિમવર્ષા જોવા માટે જ શિમલા જતા હોય છે. જેના કારણે જુલાઈ-ઓગસ્ટમાં બહુ ઓછા પ્રવાસીઓ હોય છે. પરંતુ જેમ જેમ ઠંડીની મોસમ આવવાની શરૂઆત થાય છે, તેમ તેમ શિમલામાં પ્રવાસીઓની ભીડ વધવા લાગે છે. જો તમે પણ શિમલાની મુલાકાત લેવા માંગો છો, તો તમે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન જઈ શકો છો. જો તમે 30 સપ્ટેમ્બર સુધીમાં ત્યાં જશો, તો તમને મોનસૂન ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો.
હિમવર્ષા જોવા માટે આ મહિને શિમલા શ્રેષ્ઠ
જો તમે હિમવર્ષાના શોખીન હોવ અને શિમલા ફરવા જવા માંગતા હોવ તમે ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં આયોજન કરી શકો છો, કારણ કે આ સમયગાળા દરમિયાન શિમલામાં ખૂબ જ સારી બરફવર્ષા થાય છે. આ સમયગાળામાં હિમવર્ષા જોવા માટે દૂર-દૂરથી લોકો શિમલા આવે છે.