Get The App

ચૂંટણી પરિણામના ગરમાવા વચ્ચે યુપી-બિહારથી લઈ રાજસ્થાન સુધી હીટવેવનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ચૂંટણી પરિણામના ગરમાવા વચ્ચે યુપી-બિહારથી લઈ રાજસ્થાન સુધી હીટવેવનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 1 - image


Image Source: Freepik

Weather Today: ઉત્તર ભારતના કેટલાક રાજ્યો હાલમાં પ્રચંડ ગરમીની લપેટમાં છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ચૂંટણી પરિણામના ગરમાવા વચ્ચે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, ઝારખંડ, હરિયાણા, દિલ્હી અને ઓડિશાના કેટલાક ભાગમાં હીટવેવનો સિલસિલો યથાવત રહેવાની આશંકા છે. બીજી તરફ કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં ચોમાસાનો વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

દિલ્હીનું હવામાન

દિલ્હીમાં હાલમાં ભયંકર ગરમી પડી રહી છે અને દિવસનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ છે. હવામાન વિભાગ (IMD) એ આજે ​​એટલે કે 4 જૂને દિલ્હીમાં ઝરમર વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. 

IMD એ જણાવ્યું કે, આ સમગ્ર સપ્તાહમાં દિલ્હીનું મહત્તમ તાપમાન 42 થી 44 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહી શકે છે અને લઘુત્તમ તાપમાન 29 થી 31 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે.

આખું અઠવાડિયુ કેવું રહેશે હવામાન?

ચૂંટણી પરિણામના ગરમાવા વચ્ચે યુપી-બિહારથી લઈ રાજસ્થાન સુધી હીટવેવનું એલર્ટ, હવામાન વિભાગની ચેતવણી 2 - image

દેશના હવામાનની સ્થિતિ

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત, તમિલનાડુ, કર્ણાટક, સિક્કિમ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, ઓડિશાના કેટલાક ભાગો, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાની વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત દક્ષિણ મધ્યપ્રદેશ, દક્ષિણ ગુજરાત, પંજાબના કેટલાક ભાગો, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને પશ્ચિમી હિમાલયમાં હળવો વરસાદ પડી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની શક્યતા છે. 

દેશની હવામાનની ગતિવિધિઓ

હવામાનની આગાહી કરતી એજન્સી સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસમાં મધ્ય અરબ સાગર, કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ, પશ્ચિમ મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. બીજી તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી પર સમુદ્ર સપાટીથી 3.1 થી 5.8 કિલોમીટર ઉપર સાયક્લોનિક સરક્યુલેશન બન્યુ છે જે દક્ષિણ-પશ્ચિમ તરફ વળ્યુ છે.

આ ઉપરાંત દક્ષિણ આંધ્રપ્રદેશ અને ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી ઉપર સાયક્લોનિક સરક્યુલેશન બન્યુ છે. મધ્ય પાકિસ્તાન પર એક સાયક્લોનિક સરક્યુલેશન બન્યુ છે. દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશના ઉપર એક વધુ સાયક્લોનિક સરક્યુલેશન બન્યુ છે. બીજી તરફ ગુજરાતની ઉપર એક સાયક્લોનિક સરક્યુલેશન બન્યુ છે. દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશની ઉપર એક સાયક્લોનિક સરક્યુલેશન બન્યુ છે. 


Google NewsGoogle News