હરિયાણાના રાજકારણમાં ગરમાવો: એક થઈ શકે છે ચૌટાલા પરિવાર! ભાજપ સાથે ગઠબંધન તૂટ્યાં બાદ બદલાયા સૂર
Image: Facebook
હરિયાણામાં ભાજપની સાથે સાડા ચાર વર્ષ જૂનું ગઠબંધન તૂટ્યા બાદ જનનાયક જનતા પાર્ટી (જજપા) સંકટમાં ઘેરાઈ ગઈ છે. હવે તેમના માટે તેમનું અસ્તિત્વ બચાવવુ મોટો પડકાર બની ગયો છે. દરમિયાન જજપા નેતાઓના સૂર બદલાવા લાગ્યા છે. હરિયાણાના ચૌટાલા પરિવારના એક હોવાની વાતો શરૂ થઈ ગઈ છે. જજપા સુપ્રીમો અજય ચૌટાલાએ એક નિવેદનમાં કહ્યું છે કે જો ઓમ પ્રકાશ ચૌટાલા કહેશે તો અમે એક થઈ શકીએ છીએ પરંતુ પહેલ ઓમ પ્રકાશ ચૌટાલાએ જ કરવી પડશે. જો તેઓ કાલે જ બોલાવી લેશે તો અમે કાલે જ તૈયાર છીએ. જોકે ઈનૈલોના રાષ્ટ્રીય મહાસચિવ અને અજય સિંહ ચૌટાલાના ભાઈ અભય સિંહ ચૌટાલાએ ઘણી વખત એ ટીસ વ્યક્ત કરી છે કે જો આપણે એક હોત અને વિસ્તરણ ન હોત તો પ્રદેશમાં આપણી સત્તા હોત.
એકલા ચાલવાનો માર્ગ હવે સરળ નથી
ઈનેલોએ કુરુક્ષેત્ર અને હિસારને છોડીને હજુ પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. જજપાએ એક પણ બેઠક પર પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસની વચ્ચે યુદ્ધ છેડાયેલુ નજર આવે છે. હવે પ્રશ્ન ઉઠે છે કે શું આ પરિવાર એક થઈ શકે છે. રાજકારણમાં કંઈ પણ શક્ય છે. એક સમયે પરિવારને એક કરવા માટે બાદલ પરિવાર તરફથી પણ પ્રયત્ન થયા પરંતુ વાત બની નહોતી. ઈનેલો અને જજપા પૂર્વ નાયબ વડાપ્રધાન ચૌધરી દેવી લાલની નીતિઓને લઈને જ આગળ વધવાનો દાવો કરતા આવ્યા છે, જે રીતે દુષ્યંત અને દિગ્વિજયનું પોતાના કાકા અભય ચૌટાલાની સાથે વાગ્યુદ્ધ ચાલી રહ્યું છે, તો આવી પરિસ્થિતિમાં આ પરિવાર એક થઈ શકે છે. આમ તો જે રીતે જજપાને જુદા-જુદા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તે પરિસ્થિતિમાં અજય સિંહ ચૌટાલા સમજી ગયા છે કે એકલા ચાલવાનો માર્ગ હવે સરળ રહેશે નહીં.
જજપા પ્રદેશાધ્યક્ષ નિશાન સિંહે જજપા છોડ્યું
ઈન્ડિયન નેશનલ લોકદળથી વિવાદ બાદ બનેલી જનનાયક જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. જજપાએ હજુ લોકસભા ઉમેદવારોની જાહેરાત કરી નથી પરંતુ જજપા પ્રદેશાધ્યક્ષ નિશાન સિંહે પાર્ટીને અલવિદા કરી દીધુ. તેમણે પાર્ટી સુપ્રીમો અજય સિંહ ચૌટાલાને ફોન કરીને મૌખિક રીતે પોતાનું રાજીનામું આપી દીધું. નિશાન સિંહે કોંગ્રેસમાં જવાની અટકળો લગાવાઈ રહી છે.
ડિસેમ્બર 2018માં જજપા બનવાની સાથે જ તેમને પ્રદેશાધ્યક્ષની કમાન સોંપવામાં આવી હતી. 2021 અને 2023માં જજપાના સંપૂર્ણ સંગઠનમાં ફેરફાર થયો પરંતુ નિશાન સિંહને દર વખતે પ્રદેશાધ્યક્ષની જવાબદારી મળી. જજપાના પણ લગભગ પાંચ વર્ષ સુધી પ્રદેશાધ્યક્ષ બન્યા રહ્યાં. પાર્ટીથી પોતાના રાજીનામાની પુષ્ટિ કરતા તેમણે જણાવ્યું કે ભવિષ્યને લઈને હજુ કોઈ નિર્ણય લીધો નથી. જૂના સાથીઓ સાથે વિચાર-વિમર્શ કરીને ટૂંક સમયમાં રાજકીય નિર્ણય લેવામાં આવશે. તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની કાર્યશૈલી પર પ્રશ્ન પણ ઉઠાવ્યા છે.
ઘણી વખત સંબંધોમાં તિરાડો આવી જાય છે
નિશાન સિંહે કહ્યું, પ્રેમ, મિત્રતા અને રાજકીય પાર્ટીઓમાં ઘણી વખત સંબંધોમાં તિરાડો આવી જાય છે. મે પૂરી ઈમાનદારી અને મહેનતની સાથે પાર્ટીની સાથે કામ કર્યું. ક્યારેય કોઈ ફરિયાદની તક આપી નથી. ઘણી વખત પરિસ્થિતિ એવી થાય છે અને પરિસ્થિતિના કારણે જ આવા પગલા પણ ઉઠાવવા પડે છે. હું આ માટે કોઈને દોષ આપીશ નહીં. આ મામલે વિસ્તાર પૂર્વક વાતચીત પોતાનો રાજકીય નિર્ણય કર્યા બાદ જ કરીશ. તેમણે કહ્યું કે તે ટૂંક સમયમાં અજય ચૌટાલા સાથે મુલાકાત કરીને પોતાનું લેખિત રાજીનામું પણ આપશે.
ભાજપા-જજપા ગઠબંધનના સૂત્રધાર પણ ભાજપમાં સામેલ થશે
નારનૌલ નગર પરિષદના ચેરપર્સન અને જજપાના રાષ્ટ્રીય મહાસચિવ કમલેશ સૈનીએ પણ સોમવારે જજપા છોડવાનું એલાન કરી દીધું. આ સિવાય વર્ષ 2019માં ભાજપ અને જનનાયક પાર્ટીની વચ્ચે ગઠબંધનના સૂત્રધાર બનેલા મીનૂ બૈનીવાલ પણ હવે 10 એપ્રિલે ભાજપમાં સામેલ થવા જઈ રહ્યા છે. સોમવારે તેમણે ભાજપમાં સામેલ થવાનું એલાન કરી દીધું. મીનૂ બૈનીવાલ 10 એપ્રિલે સિરસાના કાલાંવાલીમાં એક રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ રેલીમાં મુખ્યમંત્રી નાયબ સૈની અને પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. આ રેલીમાં મીનૂ બૈનીવાલ પોતાના સમર્થકોની સાથે ભાજપમાં સામેલ થશે.