લેપટોપ પર કામ કરતાં કરતાં મોત... આખરે કેમ અંદરથી નબળા પડી રહ્યા છે યુવાનો: વાંચો આ અહેવાલ

Updated: Jun 27th, 2024


Google NewsGoogle News
heart attack


Heart Attack in youth: હાલના સમયમાં યુવાઓના હાર્ટ અટેકના લીધે મોત થયા હોવાના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. માત્ર 14, 22, 30 અને 35 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી વ્યક્તિના મૃત્યુના સમાચાર આપણને ઘણીવાર ચોંકાવી દેતા હોય છે. પરંતુ હાલના સમયમાં આ વાત હકિકત છે જેને આપણે નકારી શકતા નથી.

યુવાઓમાં હાર્ટ અટેકની ઘણી ઘટનાઓ સામે આવી

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશના મહોબામાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે, એક ખાનગી બેન્કનો એગ્રી રિજનલ મેનેજર પોતાની સીટ પર બેસીને કામ કરતો હોય છે. ત્યારે અચાનક લેપટોપ પર કામ કરતી વખતે તે તેની સીટની પાછળની તરફ ઢળી જાય છે અને બેભાન થઇ જાય છે.

ત્યારબાદ તેના સહકર્મીઓ તેને હોસ્પિટલ લઇ જાય છે. જ્યાં ડોક્ટરે હાર્ટ એટેકના લીધે તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. મૃત્યુ પામનાર બેન્ક કર્મચારીની ઓળખ રાજેશ કુમાર શિંદે તરીકે થઇ છે અને તે માત્ર 30 વર્ષનો હતો. આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતા યુવાનોની દિનચર્યા પર સવાલો ઉઠવા લાગ્યા છે.

આ પણ વાંચો: કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આજે જ કરો લાઈફ સ્ટાઈલમાં આ ચાર પરિવર્તન, બેડ કોલેસ્ટ્રોલથી ઝડપથી મળશે છુટકારો


અગ્રણી સંસ્થાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

ઉલ્લેખનિય છે કે, હાલમાં જ લેન્સેટે આ અંગે રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં તેમણે ખુલાસો કર્યો છે કે, 'વર્ષ 2030 સુધીમાં દેશની 60 ટકાથી વધુ વસ્તી નિષ્ક્રિય થઈ જશે. આનું સૌથી મોટું કારણ યોગ્ય શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ હશે. આ કારણસર, વસ્તીના આ ભાગમાં રોગનું જોખમ પણ વધશે. આ રિપોર્ટ અનુસાર વર્ષ 2000થી 2022 વચ્ચે 197 દેશોના લોકો પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે, વર્ષ 2022માં 52.6 ટકા મહિલાઓ અને 38.4 ટકા પુરુષો શારીરિક રીતે સક્રિય ન હતા.

ભારતીય યુવાઓમાં વધતી શારીરિક નિષ્ક્રિયતા

આ રિપોર્ટની સૌથી ચિંતાજનક બાબત એ છે કે ભારતીય યુવાઓમાં શારીરિક રીતે નિષ્ક્રિય રહેવાનું પ્રમાણ વર્ષ 2000ના 22.3 ટકાથી વધીને 2022માં 49.4 ટકા થયું છે અને અપૂરતી શારીરિક પ્રવૃત્તિના સંદર્ભમાં 195 દેશોમાં ભારત 12મા ક્રમે છે. 

લેપટોપ પર કામ કરતાં કરતાં મોત... આખરે કેમ અંદરથી નબળા પડી રહ્યા છે યુવાનો: વાંચો આ અહેવાલ 2 - image


Google NewsGoogle News