ચિંતાજનક! કર્ણાટકમાં સામે આવ્યા 'Monkey Fever'ના કેસ, જાણો તેના લક્ષણ અને બચાવ
Karnataka Monkey Fever : કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં મંકી ફીવરના 31 કેસ સામે આવ્યા છે. તેનાથી સંક્રમિત 12 દર્દીઓને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરાયા છે, જ્યારે કેટલાક લોકોની ઘર પર જ સારવાર ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં આ વાતની માહિતી સામે આવી છે કે તેનાથી પીડિત તમામ દર્દીઓની હાલત સામાન્ય બનેલી છે. તેવામાં તમે પણ જાણી લો શું છે આ ફીવર, તેનાથી લક્ષણ અને કેવી રીતે કરી શકાય છે તેનાથી બચાવ.
શું છે 'મંકી ફીવર' ?
આ ફ્લેવિવિરિડે ફેમિલીથી સંબંધિત એક વાયરસ હોય છે. તેને ક્યાસાનૂર ફોરેસ્ટ ડિઝીઝ પણ કહે છે. આ બંદરો દ્વારા ફેલાય છે એટલે માણસ જ્યારે તેનાથી સંક્રમિત જાનવરોના સંપર્કમાં આવે છે, તો આ રોગનો શિકાર બની શકે છે. પહેલીવાર આ વાયરસની ઓળખ વર્ષ 1957માં કરાઈ હતી. આ ડિઝીઝનું નામ ક્યાસાનૂર જિલ્લા પર પડ્યો જે કર્ણાટકમાં સ્થિત છે. જણાવી દઈએ કે, સામાન્ય રીતે લોકો તેને મંકી ફીવર કહીને એટલા માટે બોલાવવા લાગ્યા, કારણ કે તેનાથી અનેક વાનરોના મોત થઈ ગયા હતા.
શું છે તેના લક્ષણ ?
- ખુબ તાવ આવવો
- ઠંડી લાગવી
- માંસપેશીઓમાં દુઃખાવો થવો
- માથાના દુઃખાવાની સમસ્યા
- ઉલ્ટી આવવી
- રક્તસ્ત્રાવની સમસ્યા
- આંખોમાં દુઃખાવો અને સોજો
કેવી રીતે તેનાથી બચી શકાય ?
મંકી ફીવર એટલે મંકી તાવ માટે એક માત્ર વિકલ્પ છે, જે રસી છે. તેના એક મહિનામાં બે ડોઝ લગાવી શકાય છે. માહિતી અનુસાર, જંગલમાં અથવા તેમની આસપાસ રહેતા લોકોને તેનાથી સંક્રમણ થવાનો ખતરો વધારે છે કારણ કે આ વાયરસ વધુ પડતા જંગલ વિસ્તારોમાં જ મળી આવે છે. જાનવરોના સંપર્કમાં આવવાથી ધ્યાન રાખો અને સાફ-સફાઈનું ધ્યાન રાખીને આ બીમારીના જોખમથી બચી શકાય છે.