કર્ણાટક સરકાર પડી ભાંગશે, કોંગ્રેસના એક મંત્રી 50 MLA સાથે BJPમાં જોડાશે: એચ.ડી કુમારસ્વામીનો દાવો

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
કર્ણાટક સરકાર પડી ભાંગશે, કોંગ્રેસના એક મંત્રી 50 MLA સાથે BJPમાં જોડાશે: એચ.ડી કુમારસ્વામીનો દાવો 1 - image


Image Source: Twitter

- કુમારસ્વામીએ કોંગ્રેસના મંત્રીનું નામ નથી જણાવ્યું

- લોકસભા ચૂંટણી બાદ કંઈ પણ થઈ શકે છે: કુમારસ્વામી

નવી દિલ્હી, તા. 16 ડિસેમ્બર 2023, શનિવાર

Kumaraswamy Attack on Karnataka Government: જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે. લોકસભા ચૂંટણી બાદ કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર પડી ભાંગશે તેવો દાવો કરતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના એક ટોચના મંત્રીએ કેન્દ્રમાં ભાજપના નેતાઓ સાથે વાતચીત કરી છે અને તેઓ લોકસભાની ચૂંટણી પછી ઘણા ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થઈ જશે.

કુમારસ્વામીએ કહ્યું કે, તેમની પાસે જાણકારી છે કે, એક કોંગ્રેસ મંત્રીએ કેન્દ્રમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કર્યા બાદ આશ્વાસન આપ્યુ છે કે, લોકસભામાં ચૂંટણી બાદ તેઓ 50 ધારાસભ્યો સાથે બીજેપીમાં સામેલ થઈ જશે. તેમણે 6 મહિનાનો સમય એટલા માટે માંગ્યો છે કારણ કે, તેઓ 50થી 60 ધારાસભ્યોને પોતાની સાથે જોડી શકે. જોકે, કુમાર સ્વામીએ કોંગ્રેસના મંત્રીનું નામ નથી જણાવ્યું. 

કર્ણાટકમાં પણ મહારાષ્ટ્ર જેવો ખેલ

કુમારસ્વામીએ કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ કંઈ પણ થઈ શકે છે. મહારાષ્ટ્રમાં જે થયું તેવું જ કંઈક અહીં પણ થઈ શકે છે. કોઈ પણ પાર્ટી પ્રત્યે ઈમાનદાર કે પ્રતિબદ્ધ નથી. તે નેતા પોતાના વ્યક્તિગત લાભનું ધ્યાન રાખશે. રાજનીતિમાં આવું હંમેશાથી થતું આવ્યુ છે. 

દલિત હિન્દુઓનો ઉઠાવ્યો મુદ્દો

સામાજિ- આર્થિક સર્વેક્ષણનો ઉલ્લેખ કરતા કુમારસ્વામીએ કહ્યું કે, મુખ્યમંત્રી જાતિગત વસતી ગણતરીના નામે લોકોને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ઉપરાંત લઘુમતીઓના વિકાસ માટે સીએમના 10,000 કરોડ રૂપિયાના આશ્વાસનની નિંદા કરતા કુમારસ્વામીએ કહ્યું કે, તેઓ મુસ્લિમો માટે ભંડોળ પૂરું પાડવાની વિરુદ્ધ નથી પરંતુ હિન્દુઓનું શું? બધા હિન્દુઓ ઉચ્ચ જાતિના નથી. દલિતો અને ગરીબો પણ છે. તેમના વિશે શું?


Google NewsGoogle News