હાથરસકાંડ : આ લોકોની બેદરકારીના કારણે થયા 121ના મોત, SITના રિપોર્ટમાં ખુલાસો

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
હાથરસકાંડ : આ લોકોની બેદરકારીના કારણે થયા 121ના મોત, SITના રિપોર્ટમાં ખુલાસો 1 - image


Hathras Stampede Case SIT Report : ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા બાદ પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. હવે આ મામલે SITનો રિપોર્ટ સામે આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, ભોલે બાબાના સત્સંગમાં બેદરકારી અને ખરાબ વ્યવસ્થાના કારણે નાસભાગ મચી હતી. જ્યારે કાર્યક્રમની મંજૂરી લેવાની હતી, ત્યારે આયોજકોએ તમામ વ્યવસ્થા હોવાનું આશ્વાસન આપ્યું હતું.

આ પણ વાંચો : 'મારા ચરણની ધૂળ લઈ લો', બાબાના કારણે જ દોડ્યા હતા લોકો: હાથરસની પીડિતાએ વર્ણવી વ્યથા

નવા શ્રદ્ધાળુઓ બાબાને જોવા આગળ વધ્યા ને ભીડ બેકાબુ થઈ

સીટના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, હાથરસ સત્સંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા, તેમાંથી નવા શ્રદ્ધાળુઓ બાબાને જોવા માટે આગળ વધ્યા અને ભીડ બેકાબુ થઈ ગઈ હતી. રસ્તા પરની ભીડને કાબુમાં લેવા માટે પોલીસની મદદ માંગવામાં આવી હતી.

આ પણ વાંચો : હાથરસ કાંડના 'ભોલે બાબા'ની અખૂટ સંપત્તિ, લક્ઝરી કારનાં શોખીન, 21 વીઘામાં ફેલાયેલો આશ્રમ

અધિકારીઓએ સત્સંગની વ્યવસ્થાનું નિરિક્ષણ જ ન કર્યું

રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, કાર્યક્રમ માટે મંજૂરી આપતા પહેલા LIUના રિપોર્ટમાં બાબાના સત્સંગના સેવાદારો દ્વારા તમામ વ્યવસ્થા કરાઈ હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ ઉપરાંત સ્થાનિક અધિકારીઓએ સ્થળ પર નિરિક્ષણ પણ કર્યું ન હતું. બાબાનો સત્સંગ શરૂ થયા બાદ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા, તેમ છતાં સ્થળ પરના અધિકારી સ્થિતિનું આંકલન કરવામાં નિષ્ફળ ગયા છે.

આ પણ વાંચો : 'ઢોંગી બાબાની ધરપકડ કરો..' હાથરસ કાંડના પીડિતોની માગ, રાહુલ ગાંધી સાથે થઇ મુલાકાત

આયોજન સમિતિના લોકો જવાબદાર

સત્સંગ સ્થળે તૈનાત કરાયેલા પોલીસ દળમાંથી અમુક જ પોલીસકર્મીઓ તૈનાત હતા. મોટાભાગના ફોર્સ રસ્તા પર ભીડ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થાપનમાં રોકાયેલા હતા. એસઆઈટીએ પોતાના રિપોર્ટમાં પરવાનગીની શરતોના ઉલ્લંઘન કર્યા બાદ તથ્યો છુપાવવા માટે આયોજન સમિતિના લોકોને જવાબદાર ઠેરવ્યા છે. રિપોર્ટમાં પોલીસ તપાસ અને અકસ્માતના કાવતરા માટે આયોજકોની ઉંડાણપૂર્વક પૂછપરછ કરવાની માંગ કરાઈ છે.

આ પણ વાંચો : હાથરસ દુર્ઘટનામાં ભોલે બાબાનો કેસ અજય પ્રકાશ સિંહ લડશે, નિર્ભયાના ગુનેગારોને પણ કોર્ટમાં બચાવી ચૂક્યા છે


Google NewsGoogle News