Get The App

હાથરસ દુર્ઘટના મામલે તંત્રની કાર્યવાહી, સત્સંગના આયોજકો સામે FIR પણ ભોલે બાબાનું નામ નહીં

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
હાથરસ દુર્ઘટના મામલે તંત્રની કાર્યવાહી,  સત્સંગના આયોજકો સામે FIR પણ ભોલે બાબાનું નામ નહીં 1 - image


UP Hathras Stampede Latest Update : ઉત્તરપ્રદેશના હાથરસમાં સર્જાયેલી નાસભાગની દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. ધાર્મિક સત્સંગમાં મચેલી નાસભાગમાં લગભગ 121થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે તંત્ર અને સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. દુર્ઘટના પાછળના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરતાં પોલીસે સત્સંગના આયોજકો સામે એફઆઈઆર નોંધી લીધી છે. જોકે એફઆઈઆરમાં ચોંકાવનારું એ રહ્યું કે બાબાનું નામ જ તેમાં સામેલ નથી. ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રવચનકર્તા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના મુખ્ય સેવાદાર સહિત અન્ય આયોજકો સામે આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 

આયોજકોમાં કોણ કોણ સામેલ? 

હાથરસમાં આ સત્સંગનું આયોજન સિંકદરારાઉમાં આવેલ ફુલરઈ મુગલગઢી ગામમાં મંગળ મિશન સદભાવના સમાગમ સમિતિ દ્વારા કરાયું હતું. તેના મુખ્ય આયોજક દેવપ્રકાશ મધુકર (એન્જિનિયર) હતા. તેમની સાથે સહ આયોજકોમાં મહેશ ચંદ્ર, અનાર સિંહ, સંજુ યાદવ, ચંદ્રદેવ અને રામપ્રકાશ સામેલ હતા. પોલીસે તમામ આરોપીઓ સામે કેસ નોંધી લીધો છે. 

એક્શન મોડમાં સરકાર 

આ મામલે ઉત્તરપ્રદેશની સરકારે એક્શન લેતા તપાસ માટે આગરાના એડીજી અને અલીગઢના કમિશનરના નેતૃત્વમાં એક ટીમ બનાવી હતી. આઈજી શલભ માથુરે કહ્યું કે સત્સંગના આયોજકો સામે એફઆઈઆર દાખલ કરાઈ છે. આ એ લોકો છે જેમણે ધાર્મિક કાર્યક્રમ યોજવા માટે તંત્ર પાસે પરવાનગી માગી હતી. આ ઘટનામાં હાઈ લેવલની તપાસના આદેશ કરાયા છે. 

6 કન્ટ્રોલ રૂમના નંબર જાહેર કરાયા 

હાથરસ દુર્ઘટના મામલે મૃતક અને ઘાતક વ્યક્તિઓના સંબંધમાં જાણકારી માટે હેલ્પલાઈન નંબર જારી કરદેવામાં આવ્યા છે. પીડિતોના પ્રિયજનો આગરા ઝોન કન્ટ્રોલ રૂમ - 7839866849, અલીગઢ રેન્જ કન્ટ્રોલ રૂમ - 7839855724, આગરા રેન્જ કન્ટ્રોલ રૂમ - 7839855724, હાથરસ કન્ટ્રોલ રૂમ - 9454417377, એટા કન્ટ્રોલ રૂમ - 9454417438,  અલીગઢ કન્ટ્રોલ રૂમ - 7007459568  પર ફોન કરી શકશે.

હાથરસ દુર્ઘટના મામલે તંત્રની કાર્યવાહી,  સત્સંગના આયોજકો સામે FIR પણ ભોલે બાબાનું નામ નહીં 2 - image

 


Google NewsGoogle News