Get The App

ભોલે બાબાની હવે પેપર લીક કેસમાં સંડોવણી! ધરપકડ કરાયેલા તલાટીને ત્યાં જ કરતા હતા 'સત્સંગ'

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
ભોલે બાબાની હવે પેપર લીક કેસમાં સંડોવણી! ધરપકડ કરાયેલા તલાટીને ત્યાં જ કરતા હતા 'સત્સંગ' 1 - image


Hathras Stampede Bhole Baba: હાથરસના સત્સંગમાં મચેલી નાસભાગ બાદથી ચર્ચામાં આવેલા ભોલે બાબા અંગે દરરોજ મોટા-મોટા ખુલાસા થઈ રહ્યા છે. પહેલા બાબાના આશ્રમમાં કામ કરી ચૂકેલા એક સાક્ષીએ બાબા પર છોકરીઓ રાખવા અને દારૂ પીવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે હવે ભોલે બાબાનું પેપર લીક કનેક્શન પણ સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક તલાટીના ઘરમાં ભોલે બાબાનો અસ્થાયી નિવાસ હતો. આ એ જ પટવારી છે જેમને થોડા મહિનાઓ પહેલા JEAN ભરતી પરીક્ષા 2020ના પેપર લીકનો આરોપી માનવામાં આવ્યો. આ તલાટીનું નામ હર્ષવર્ધન મીણા છે. હર્ષવર્ધન હાલમાં SOGની કસ્ટડીમાં છે.

ભોલે બાબા દૌસામાં હર્ષવર્ધનના ઘરે સત્સંગ કરતા હતા. રાજસ્થાન પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ એ જ ઘર હતું જ્યાંથી પેપર લીકનું રેકેટ પણ ચલાવવામાં આવી રહ્યું હતું. પેપર લીક મામલે તપાસ કરી રહેલી ટીમ માટે આ સમગ્ર રેકેટમાં બાબાની સંડોવણીનો એક નવો એંગલ બની ગયો છે.  

પેપર લીકમાં ભોલે બાબાની સંડોવણી!

દૌસામાં સ્થાનિક લોકોનું કહેવું છે કે, પહેલા ભોલે બાબા અહીં સત્સંગ કરતા હતા પરંતુ જ્યારથી પેપર લીક મામલે હર્ષવર્ધનની ધરપકડ થઈ છે ત્યારથી બાબા અહીંથી ફરાર છે. અમને એવું લાગે છે કે, પેપર લીકમાં પણ ભોલે બાબાની સંડોવણી છે. જોકે, પેલીસ હવે આ નવા એંગલથી તપાસ કરી રહી છે. 

બાબાના સત્સંગમાં સ્થાનિક લોકોની એન્ટ્રી નહીં

હાલમાં પોલીસે એ ઘરને પોતાના કબજામાં રાખ્યું છે જેમાં બાબા રહેતા હતા અને સત્સંગ કરતા હતા. આ ઘર હર્ષવર્ધનનું છે અને પોલીસ દ્વારા થોડા મહિના પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ આખી બિલ્ડીંગને SOG દ્વારા સીલ કરવામાં આવી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, જ્યારથી SOGએ હર્ષવર્ધનની ધરપકડ કરી છે ત્યારથી જ આ ઘર સીલ કરી દેવામાં આવ્યું છે. બાબા આ ઘરમાં સત્સંગ કરતા હતા પરંતુ કોઈ સ્થાનિક લોકોને તે સત્સંગમાં એન્ટ્રી આપવામાં નહોતી આવતી. જે લોકો આવતા હતા તેઓ અન્ય જગ્યાએથી હતા. મોટાભાગના લોકો યુપીથી આવતા હતા.

લોકોએ પોતાની જમીન બાબાને દાન કરી દીધી

બાબાના આશ્રમમાં તેહનાત સેવાદારનું માનવું છે કે, આશ્રમના હેન્ડ પંપનું પાણી પીવાથી ડેન્ગ્યુ જેવી બીમારી પણ સારી થઈ જાય છે. આ આશ્રમ અંગે બાબાના ભક્તોમાં ગજબની દિવાનગી છે. આ જ કારણ છે કે, અનેક ભક્તોએ તો આશ્રમ માટે બાબાને પોતાની જમીન પણ દાન કરી દીધી છે.


Google NewsGoogle News