Get The App

હાથરસકાંડ : ઉત્તર પ્રદેશ પોલીસે ફરાર ભોલે બાબાનું લોકેશન શોધ્યું, જાણો ક્યાં છુપાયો

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
હાથરસકાંડ : ઉત્તર પ્રદેશ પોલીસે ફરાર ભોલે બાબાનું લોકેશન શોધ્યું, જાણો ક્યાં છુપાયો 1 - image


Hathras Stampede : ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગમાં 121 લોકોના મોત થયા બાદ પોલીસ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ બાબા નારાયણ સાકાર વિશ્વ હરિ (Baba Narayan Sakar Vishwa Hari) ઉર્ફે ભોલે બાબા (Bhole Baba)ને પણ શોધી રહી છે, ત્યારે હાલ એવા અહેવાલો સામે આવ્યા છે કે, ઉત્તર પ્રદેશ પોલીસે (Uttar Pradesh Police) બાબાનું લોકેશન શોધી કાઢ્યું છે. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે, ત્યારે ભોલે બાબા ઉત્તર પ્રદેશના મેનપુરીમાં છુપાયો હોવાની વિગતો સાંપડી છે.

હાથરસકાંડ : આ લોકોની બેદરકારીના કારણે થયા 121ના મોત, SITના રિપોર્ટમાં ખુલાસો

બાબા મેનપુરીના આશ્રમમાં છુપાયો

હાથરસની ઘટના બાદ ભોલે બાબા ફરાર છે. પોલીસે તેની સતત શોધખોળ કરી રહી છે. આ માટે પોલીસે ઘણા આશ્રમોમાં દરોડા પાડ્યા હતા અને ઘણા લોકોની પૂછપરછ પણ કરી હતી, તેમ છતાં બાબા ક્યાં છુપાયો છે, તેની વિગતો મળી નહતી. જોકે હવે સૂત્રોના જણાવ્યા મુજબ ભોલે બાબા મેનપુરીના આશ્રમમાં છુપાઈને બેઠો છે. એવું કહેવાય છે કે, ઘટના બાદ બાબા ગાડીમાં સીધો આ જ સ્થળે ગયો છે.

હાથરસ દુર્ઘટનામાં ભોલે બાબાનો કેસ અજય પ્રકાશ સિંહ લડશે, નિર્ભયાના ગુનેગારોને પણ કોર્ટમાં બચાવી ચૂક્યા છે

પોલીસે છ લોકોની ધરપકડ કરી

ઉલ્લેખનીય છે કે, પોલીસે અત્યાર સુધીમાં છ સેવાદારોની ધરપકડ કરી છે. તેમાં બે મહિલાઓ પણ સામેલ છે. આ ઘટનામાં 121થી વધુ લોકોના મોત થયા છે. આ કેસની તપાસ કરી રહેલા એક અધિકારીના જણાવ્યા મુજબ એફઆઈઆરમાં જેનું નામ સામેલ છે, તે વ્યક્તિ હજુ પણ ફરાર છે. આ વ્યક્તિ ત્યાં સેવાદાર તરીકે કામ કરતો હતો.

હાથરસ દુર્ઘટના: સત્સંગ પછી નાસભાગ થતા ભાગી ગયા હતા બાબા, CCTV ફૂટેજમાં ખુલાસો

ફરાર આરોપી પર એક લાખનું ઈનામ

અલીગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શલભ માથુરે પત્રકારોને જણાવ્યું કે, ‘પકડાયેલા તમામ છ લોકો સત્સંગમાં સેવાદાર તરીકે કામ કરતા હતા.’ આ મામલે તેમણે ટ્વિટ કર્યું છે કે, ‘ફરાર આરોપી માટે ટૂંક સમયમાં એક લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવશે અને આરોપી સેવાદાર દેવપ્રકાશ મધુકર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવશે.’

'મારા ચરણની ધૂળ લઈ લો', બાબાના કારણે જ દોડ્યા હતા લોકો: હાથરસની પીડિતાએ વર્ણવી વ્યથા

સત્સંગમાં ભાગદોડમાં 121થી વધુના મોત

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં બે જુલાઈના રોજ બાબાના સત્સંગ (Bhole Baba Satsang)માં થયેલી ભાગદોડમાં 121થી વધુ લોકોના મોત થયા છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ અકસ્માતમાં 150થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. હોસ્પિટલમાં મૃતદેહો ખડકાયા છે. આ સત્સંગનું આયોજન જિલ્લાના ફુલરાઈ ગામમાં કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ દેશભરમાં હોબાળો મચી ગયો છે. આ ઘટના આખરે કેમ થઈ એ વિશે સતત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ઘટનામાં પોલીસે 17 લોકો સામે FIR નોંધીને તપાસ પણ શરૂ કરી છે, જ્યારે બાબા ભોલે ફરાર છે.

'ભોલે બાબા'ની તલાશમાં આશ્રમ પહોંચી SIT, મુખ્ય આરોપી મધુકરને ઝડપી પાડવા રાજસ્થાન અને હરિયાણામાં દરોડા


Google NewsGoogle News