Get The App

હાથરસ કાંડના બાબાએ કોરોના સમયે પણ 50000ની ભીડ એકઠી કરી હતી, 'નારાયણી સેના' બનાવી

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
Hathras Surajpal Singh


Hathras Satsang Stampede: ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં સત્સંગ દરમિયાન નાસભાગના કારણે અત્યારસુધીમાં 121 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના નારાયણ સરકાર હરિ (બાબા ભોલે) તરીકે ઓળખાતા સૂરજપાલ સિંહ નામના શખ્સના સત્સંગમાં થઈ છે. સૂરજપાલ સિંહનું નામ આ દુર્ઘટનાના લીધે ચર્ચિત બન્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, સૂરજપાલ સિંહ વિરૂદ્ધ અગાઉ પણ કેસ થયો હતો. 

કોવિડ મહામારી દરમિયાન મંજૂરી ન હોવા છતાં સૂરજપાલે ભીડ એકઠી કરી હોવાનો આરોપ છે. તે અગાઉ પણ અનેક વિવાદો સાથે જોડાયેલા છે. 2022માં પણ ઉત્તરપ્રદેશના ફરૂખાબાદમાં એક મોટુ આયોજન કર્યું હતું. જેમાં 50 હજારથી વધુ લોકોની ભીડ એકઠી કરી હતી. આ આયોજન એવા સમયે થયુ હતું, જ્યારે દેશભરમાં કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટનો પ્રકોપ હતો. અને જિલ્લા પ્રશાસન પાસેથી સૂરજપાલ સિંહે 50 લોકો સાથે મળી એક નાનો કાર્યક્રમ કરવા મંજૂરી મેળવી હતી. પરંતુ કોવિડ પ્રોટોકોલનો ભંગ કરતાં આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકોને એકઠા કર્યા હતા.

બાબાનો કાફલો નીકળ્યો અને ધૂળ લેવા લોકો ભાગ્યાં: હાથરસ દુર્ઘટનામાં પ્રત્યક્ષદર્શીનો દાવો

સૂરજપાલ સિંહ ક્યારેય પણ પોતાના આયોજનોમાં પોલીસ પ્રશાસનની મદદ લેતા નથી. ભારે ભીડ એકઠી થાય તો પોતાના અનુયાયીઓને જ સુરક્ષા વ્યવસ્થામાં ઉભા કરી દે છે. આ ટીમને સૂરજપાલ સિંહે નારાયણી સેનાનું નામ આપ્યુ હતું. આ નારાયણી સેનામાં મહિલા અને પુરૂષ બંને સામેલ હોય છે. સૂરજપાલ સિંહ એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે. તેણે દાવો કર્યો છે કે, તે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ હતો, અને બાદમાં ઈન્ટેલિજન્સ યુનિટમાં 18 વર્ષ સુધી સેવા આપી છે. તેમના સમર્થકોએ દાવો કર્યો છે કે, તે ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં પણ કામ કરી ચૂક્યા છે.

ભગવા વસ્ત્રો નહીં, પણ સફેટ સૂટ અને ટાઈમાં દેખાતા હતા

પોતાને નારાયણ હરી સરકાર કહેનાર સૂરજપાલ સિંહે દાવો કર્યો છે કે, તે ગામમાં ઝૂંપડામાં રહે છે. ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાઓ ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છેલ્લા થોડા વર્ષમાં જ પ્રભાવ પાડ્યો હતો. તે પોતાને ધર્મગુરૂ તરીકે સંબોધિત કરતાં હતા. પરંતુ હંમેશા સફેદ સૂટ અને ટાઈમાં દેખાતા હતા. ઘણી વખત કુર્તા પાયજામો પણ પહેરતા હતા. તે પોતાની પત્નિ પ્રેમવતીને હંમેશા સાથે રાખતા હતા.



Google NewsGoogle News