Get The App

હાથરસ ધક્કામુક્કી : બે મહિલા સહિત બાબાના છ સેવાદારોની ધરપકડ

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
હાથરસ ધક્કામુક્કી : બે મહિલા સહિત બાબાના છ સેવાદારોની ધરપકડ 1 - image


- જરૂર પડશે તો  ભોલે બાબાની પૂછપરછ કરાશે

- મૃતદેહોની ઓળખ પછી પરિવારજનોને સોપાયા  આજે રાહુલ ગાંધી હાથરસની મુલાકાતે

હાથરસ : ૧૨૧ લોકોનો ભોગ લેનાર હાથરસ ધક્કામુક્કીના સંબધમાં  ઉપદેશક ભોલે બાબાના સંત્સંગની આયોજન સમિતિના છ સભ્યોની ધરપકડ કરવામાં આવી છે તેમ ઉત્તર પ્રદેશ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. 

ધરપકડ કરાયેલા ૬ લોકોમાં બે મહિલાઓ પણ સામેલ છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર એફઆઇઆરમાં જે આરોપીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પૈકી ફક્ત એક જ આરોપીની ધરપકડ કરાઇ નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરજપાલ ઉર્ફે નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબાની જરૂર પડશે તો પૂછપરછ કરવામાં આવશે.

મંગળવારે હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં ૧૨૧ લોકોનાં મોત થયા હતાં. જે મોટે ભાગે મહિલાઓ હતી. 

ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ અસિશ કુમારના જણાવ્યા અનુસાર તમામ મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે અને મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે.

આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે હાથરસની મુલાકાત લેશે. તેઓ હાથરસના મૃતકોના પરિવારજનોને મળે તેવી સંભાવના છે.


Google NewsGoogle News