ભારતનો 'ફ્લડ મેપ' બદલાઈ ગયો? હવે આ રાજ્યોમાં 'જળપ્રલય', પહેલાં બિહાર-યુપીમાં વિનાશ સર્જાતો

Updated: Sep 9th, 2024


Google NewsGoogle News
ભારતનો 'ફ્લડ મેપ' બદલાઈ ગયો? હવે આ રાજ્યોમાં 'જળપ્રલય', પહેલાં બિહાર-યુપીમાં વિનાશ સર્જાતો 1 - image


Flood Zones In India: રાજસ્થાન,ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જે રીતે ભારે વરસાદ પડ્યો અને પૂર આવ્યું તેનાથી સ્પષ્ટ નજર આવી રહ્યું છે કે, ભારતમાં 'ફ્લડ મેપ' બદલાઈ રહ્યો છે. કારણ કે, પહેલા મેપમાં પૂરનો ખતરો માત્ર યુપી, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં જ દેખાઈ રહ્યો હતો. હવે 'શહેરી જળપ્રલય'ની સીમા વધી રહી છે. સરકારને નવો નકશો બનાવવાની જરૂર છે.

સમગ્ર દેશમાં વરસાદનું હવામાન બદલાઈ ચૂક્યું છે. એવું અનુમાન છે કે, આ વર્ષે ચોમાસું મોડું વિદાય લેશે. તેનું કારણ બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર બનતું ચક્રવાત, ડિપ્રેશન અને લો પ્રેશરનો એરિયા છે. હવે તોફાનની નવી પેટર્ન આવી ગઈ છે. તે જમીન પર છે અને પછી ત્યાંથી ખસીને સમુદ્રમાં ચાલ્યું જાય છે. ત્યારબાદ તેની તાકાત વધી જાય છે. 

ભારતનો 'ફ્લડ મેપ' બદલાઈ ગયો? હવે આ રાજ્યોમાં 'જળપ્રલય', પહેલાં બિહાર-યુપીમાં વિનાશ સર્જાતો 2 - image

દેશના જે વિસ્તાર પહેલા દુષ્કાળ માટે જાણીતા હતા ત્યાં હવે ભારે વરસાદ પડી રહ્યો છે. ભયાનર પૂર આવી રહ્યું છે અથવા તો બન્ને જ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે. જો NDMA એટલે કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીનું માનીએ તો સૌથી વધુ પૂરગ્રસ્ત વિસ્તાર ગંગા-બ્રહ્મપુત્રા બેસિનમાં છે. ઉત્તરમાં હિમાચલથી લઈને પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, આસામ અને અરુણાચલ પ્રદેશ છે. પરંતુ હવે તો દરિયાકાંઠાના રાજ્યો ઓડિશા, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના કેટલાક હિસ્સામાં પણ પૂર આવી રહ્યું છે. 

જ્યાં દુષ્કાળ પડતો હતો ત્યાં પૂર આવી રહ્યું છે

IPE Global અને ESRI-Indiaના રિપોર્ટ પ્રમાણે ગુજરાતના 80% જિલ્લામાં છેલ્લા બે દાયકામાં વરસાદનું પ્રમાણ અને તીવ્રતા બન્નેમાં જ વધારો થયો છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં આવેલા પૂરે આ કહાની જણાવી દીધી છે. દેશમાં પહેલા 110 જિલ્લા હતા જે દુષ્કાળથી પૂરમાં ફેરવાઈ ગયા છે. પરંતુ હવે દુષ્કાળથી વધુ પૂરનો સામનો કરનારા 149 જિલ્લા છે. 

ભારતનો 'ફ્લડ મેપ' બદલાઈ ગયો? હવે આ રાજ્યોમાં 'જળપ્રલય', પહેલાં બિહાર-યુપીમાં વિનાશ સર્જાતો 3 - image

બિહાર, આંધ્રપ્રદેશ, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને આસામના 60% જિલ્લાઓ વર્ષમાં ઓછામાં ઓછા એક વખત ભારે હવામાનની આફતનો સામનો કરે છે. 2036 સુધીમાં આવી આફતથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે.

આવા હવામાનનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ

1973થી 2023 સુધીની તમામ ચરમ આફતોની સ્ટડી આ નવા રિપોર્ટમાં કરવામાં આવી છે. હેરાન કરનારી વાત એ છે કે, દિલ્હી, ગુજરાત, તેલંગાણા અને રાજસ્થાનનું પૂર હોય, વાયનાડમાં ભૂસ્ખલન હોય, અથવા તે આ વખતની કાળઝાળ ગરમી હોય વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો પણ તેનો અંદાજો નથી લગાવી શકતા. કારણ કે તેમની તીવ્રતા અને માત્રા અચાનક વધી જાય છે. આસામના 90% જિલ્લાઓ, બિહારના 87% જિલ્લાઓ, ઓડિશાના 75% જિલ્લાઓ અને આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 93% જિલ્લાઓ ગમે ત્યારે ભારે પૂરની સ્થિતિથી પરેશાન થઈ શકે છે.

આ સ્ટડી કરનારા પ્રમુખ વિજ્ઞાનીએ જણાવ્યું કે હવે ગરમી જમીન પરથી વહીને સમુદ્ર તરફ જઈ રહી છે. જેમ કે તાજેતરમાં ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં થયું. જેના કારણે દરિયાની ગરમી વધુ વધી રહી છે. તે હવામાનને અસર કરે છે. જેવી રીતે  દક્ષિણ ભારતમાં શ્રીકાકુલમ, કટક, ગુંટુર અને બિહારના પશ્ચિમ ચંપારણ જે પહેલા પૂર માટે જાણીતા હતા, હવે તેઓ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. આ ખાસ કરીને મેદાની વિસ્તારોમાં થઈ રહ્યું છે.

ભારતનો 'ફ્લડ મેપ' બદલાઈ ગયો? હવે આ રાજ્યોમાં 'જળપ્રલય', પહેલાં બિહાર-યુપીમાં વિનાશ સર્જાતો 4 - image

હવામાન બદલાઈ રહ્યું છે......

હવામાનના બદલાવાની અસર સ્પષ્ટ નજર આવી રહી છે. વાયનાડમાં ભૂસ્ખલન, ભારે વરસાદ બાદ ગુજરાતમાં પૂર, ઉત્તરાખંડના ઓમ પર્વતમાંથી બરફ ગાયબ, અચાનકથી હવામાન બદલાઈ જાય છે અને શહેરોમાં પાણી જ પાણી ભરાઈ જાય છે. હવે આ વખતના ચોમાસાને જ જોઈ લો. જૂન મહિનામાં ચોમાસું નબળુ હતું પરંતુ ત્યારબાદ સપ્ટેમ્બરમાં તેની તીવ્રતા અને માત્રા બન્ને જ વધી ગઈ છે. 

જળવાયુ પરિર્તન અને વધતું તાપમાન મોસમી ફેરફારોનું સૌથી મોટું કારણ

ચોંકાવનારી વાત એ છે કે ચોમાસા દરમિયાન વાતાવરણ થોડું ઠંડું હતું. પરંતુ આ વખતે ગરમી ઓછી નથી થઈ રહી. પૂર્વી રાજ્યોમાં સૂખા અને ગરમ દિવસોની સંખ્યા વધી રહી છે. હવામાન વિભાગના પૂર્વ વિજ્ઞાની આનંદ શર્માએ કહ્યું કે જળવાયુ પરિર્તન અને વધતું તાપમાન આ પ્રકારના મોસમી ફેરફારોનું સૌથી મોટું કારણ છે. તેથી તે મહત્ત્વનું છે કે તેને કોઈપણ રીતે અટકાવવામાં આવે. નહિંતર એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ ગમે ત્યાં અને ગમે ત્યારે થઈ શકે છે. આ ખૂબ જ ભયાનક પણ હોઈ શકે છે.


Google NewsGoogle News