ભારતની દીકરીએ ઓસ્ટ્રેલિયાના સૌથી ઊંચા શિખર માઉન્ટ કોસિયુઝ્કો સર કરી તિરંગો લહેરાવ્યો
Shivangi Pathak: ભારતના ગણતંત્ર દિવસને હરિયાણાની દીકરી શિવાંગી પાઠકે વધુ ખાસ બનાવ્યો હતો. શિવાંગીએ ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ શિખર માઉન્ટ કોસિયુઝ્કો પર ત્રિરંગો લહેરાવીને દેશનું સન્માન વધાર્યું હતુ.
હરિયાણાની દીકરીએ ઓસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું પર્વત શિખર સર કર્યું
માઉન્ટ કોસિયુઝ્કો ઓસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું પર્વત શિખર છે, જે 2228 મીટર (7,310 ફૂટ) છે. તે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યમાં સ્થિત છે અને તે ઓસ્ટ્રેલિયન આલ્પ્સ અને કોસિયુઝ્કો નેશનલ પાર્કનો ભાગ છે. આ શિખર ઓસ્ટ્રેલિયાના સાત ખંડોના સૌથી ઊંચા શિખરોમાંથી એક છે, જેની ગણતરી 'સેવન સમિટ'ની યાદીમાં થાય છે.
પોતાના સોશિયલ મીડિયા પર આપી જાણકારી
આજે સવારે શિવાંગી પાઠકે તેના સોશિયલ મીડિયા પેઈજ પર માઉન્ટ કોસિયુઝ્કો પર ત્રિરંગો લહેરાવતી તસવીરો શેર કરી છે. ઉપરાંત, તેણે પોતાની સિદ્ધિનું મહત્ત્વ અને તેની પાછળની મહેનત સમજાવતી એક પોસ્ટ લખી.
ઇન્ડોનેશિયાના સૌથી ઊંચા શિખર ત્રિરંગો ફરકાવવાનું સ્વપ્ન
ઓસ્ટ્રેલિયાનું માઉન્ટ કોસિયુઝ્કો સાત ખંડોના સૌથી ઊંચા શિખરો પૈકીનું એક છે. આના પર ત્રિરંગો લહેરાવવો એ શિવાંગીની મહેનત અને અતૂટ સંકલ્પનું પરિણામ છે. શિવાંગીએ અત્યાર સુધીમાં સાત ખંડોમાંથી ચાર સૌથી ઊંચા શિખરો સર કર્યા છે. તેમનું આગામી લક્ષ્ય ઇન્ડોનેશિયાના સૌથી ઊંચા શિખર કારસ્ટેન્ઝ પિરામિડ પર ત્રિરંગો ફરકાવવાનું છે.
આ પણ વાંચો: છ વર્ષથી પાકિસ્તાનમાં ઊભી છે ભારતની ટ્રેન, કાટ લાગી ગયો, જાણો કેમ પાછી ન આવી
16 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવ્યો
શિવાંગી પાઠકને ઓળખ ત્યારે મળી જ્યારે તેણે 16 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો. આ સિદ્ધિ માટે તેને વડાપ્રધાન બાલ શક્તિ પુરસ્કારથી પણ નવાજવામાં આવી હતી.
શિક્ષકો અને પરિવારનો આભાર
શિવાંગી તેની સફળતાનો શ્રેય તેના શિક્ષકો, પરિવાર અને તમામ શુભેચ્છકોને આપે છે. આ ઉપરાંત, તેણી વૈદિક વૈશ્વિક અને ઓસ્ટ્રેલિયાની બ્રાહ્મણ સભાનો પણ આભાર વ્યક્ત કર્યો છે. આજે શિવાંગી પાઠક જેવી દીકરીઓ સમગ્ર વિશ્વમાં ભારતને ગૌરવ અપાવી રહી છે અને લાખો યુવાનો માટે પ્રેરણા બની રહી છે.