Get The App

હરિયાણામાં ભાજપ-JPP વચ્ચે ગઠબંધન કેમ તૂટ્યું? ખટ્ટરનો મોટો ખુલાસો, અનિલ વિજની નારાજગી અંગે પણ આપ્યો જવાબ

નાયબ સિંહ સૈનીને નવા મુખ્યમંત્રી બનાવતા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અનિલ વિજ નારાજ

નવા સીએમના શપથગ્રહણમાં ન પહોંચેલા વિજને મનાવવા ખટ્ટર-સૈની કરશે પ્રયાસ

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
હરિયાણામાં ભાજપ-JPP વચ્ચે ગઠબંધન કેમ તૂટ્યું? ખટ્ટરનો મોટો ખુલાસો, અનિલ વિજની નારાજગી અંગે પણ આપ્યો જવાબ 1 - image


Haryana Politics : લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2024) પહેલા હરિયાણામાં મોટી ઉથલપાથલ વચ્ચે ભાજપે મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar)ના સ્થાને નાયબ સિંહ સૈની (Nayab Saini)ને મુખ્યમંત્રી બનાવતા પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અનિલ વિજ (Anil Vij) નારાજ થયા છે. તેઓએ નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહમાં પણ જવાનું ટાળ્યું છે. રાજ્યમાં આજે ભાજપ-જનનાયક જનતા પાર્ટી (JPP) વચ્ચે ગઠબંધન સરકાર તૂટ્યા બાદ ભાજપ નવી સરકાર બનાવી દીધી છે, જોકે તે પહેલા મુખ્યમંત્રીનું નામ જાહેર કરવા ભારત નિરીક્ષકોની બેઠક યોજાઈ હતી, જેમાં પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ ઉપરાંત ભાજપના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. પરંતુ બેઠક બાદ અનિલ વિજ નારાજ થયા હોવાનું સામે આવ્યું છે. હવે ખટ્ટરે વિજની નારાજગી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે.

વિજ નારાજ કેમ થયા, ખટ્ટરે જણાવ્યું કારણ

મનોહર લાલ ખટ્ટરને અનિલ વિજની નારાજગી અંગે પ્રશ્ન પૂછાયો તો તેમણે કહ્યું કે, ‘હું તેમને 1990થી ઓળખું છું, તેઓ અમારા વરિષ્ઠ નેતા છે. કેબિનેટ મંત્રીઓની યાદીમાં તેમનું નામ હતું. તેમનો સ્વભાવ એવો છે કે, તેઓ ઘણી બાબતે જલ્દી પરેશાન થઈ જાય છે, પરંતુ બાદમાં તે બાબતોને ભુલી પણ જાય છે. અગાઉ પણ આવું થયું હતું. અમે વીજને મનાવવા વાત કરી રહ્યા છીએ અને નવા મુખ્યમંત્રી પણ વાત કરશે. ’ આ ઉપરાંત ખટ્ટરે ભાજપ-જેપીપી ગઠબંધન તૂટવાનું પણ કારણ જણાવ્યું છે.

નાયબ સૈની મારા જૂના સાથી દાર : ખટ્ટર

હરિયાણામાં નવા મુખ્યમંત્રીના શપથ બાદ મનોહર લાલ ખટ્ટરે મીડિયાને જણાવ્યું કે, જેપીપી વધુ બેઠકોની માંગણી કરી રહી હતી, જ્યારે ભાજપ રાજ્યની તમામ 10 બેઠકો પર રણનીતિ બનાવી રહી છે. પાર્ટીની પરંપરા મુજબ ભાજપ નવા ચહેરાને આગળ લાવે છે. નાયબ સૈની મારા જૂના સાથીદાર છે.

ખટ્ટરે BJP-JPP ગઠબંધન તૂટવાનું પણ કારણ જણાવ્યું

ખટ્ટરે ચંડીગઢમાં ભાજપ-જેપીપી ગઠબંધન તૂટવાનું કારણ જણાવતા કહ્યું કે, ‘ભાજપે એકલા હાથે હરિયાણાની તમામ 10 બેઠકો પર જીત મેળવી હતી, પરંતુ જેપીપી નેતાઓ લોકસભા બેઠકો મામલો માંગણી કરી રહ્યા હતા. આ માટે તેમણે કેન્દ્રના ટોચના નેતાઓ સાથે પણ વાત કરી હશે. ત્યારબાદ કેન્દ્રના ટોચના નેતત્વએ નિર્ણય કર્યો હશે. ગઠબંધન તૂટવા અંગે મારી પાસે કોઈપણ માહિતી નથી. આ મામલે સત્તાવાર માહિતી પણ અમારી પાસે આવી નથી, જોકે તેમણે (જેપીપી) નિર્ણય લઈ લીધો કે, તેઓ એકલા હાથે ચૂંટણી લડશે અને ત્યારબાદ આગળના તમામ નિર્ણયો લેવામાં આવ્યા છે.’


Google NewsGoogle News