કોણ છે હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબસિંહ સૈની?, જાણો મનોહરલાલ ખટ્ટરના વિશ્વાસુ સાથીદારની રાજકીય સફર

સૈની OBC સમાજના જાણીતા ચહેરા અને લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાયેલા

સૈનીએ 2014માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી જીતી હતી, તેઓ ગત લોકસભા ચૂંટણીમાં સાંસદ બન્યા

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
કોણ છે હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબસિંહ સૈની?, જાણો મનોહરલાલ ખટ્ટરના વિશ્વાસુ સાથીદારની રાજકીય સફર 1 - image


Haryana New CM Nayab Saini : હરિયાણામાં જેપીપી સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપે નવી સરકાર બનાવવાની સાથે નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવ્યા છે. નાયબ સૈનીનો જન્મ 25 જાન્યુઆરી-1970માં મિર્જાપુર માજરામાં સૈની પરિવારમાં થયો હતો. તેઓ બીએ અને એલએલબી થયેલા છે. સૈની ઓબીસી સમાજના જાણીતા ચહેરા હોવા ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ જોડાયેલા છે અને તેઓ સંગઠનમાં લાંબા સમયથી કામ કરવાનો અનુભવ ધરાવે છે.

નાયબ સૈનીની રાજકીય સફર

ભાજપે નાયબ સૈનીને વર્ષ 2002માં અંબાલાના યુવા મોરચા ભાજપ મહામંત્રી બનાવ્યા હતા. ત્યારાબાદ તેઓ 2005માં અંબાલાના જિલ્લા અધ્યક્ષ પણ બન્યા. તેમણે 2009માં કિસાન મોરચા ભાજપ હરિયાણાના પ્રદેશ મહામંત્રીની પણ જવાબદારી નિભાવી છે. તેઓ 2012માં અંબાલા ભાજપના જિલ્લા અધ્યક્ષ બન્યા હતા. સૈની RSS સમયથી મનોહર લાલના વિશ્વાસુ સાથીદાર હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને કુરુક્ષેત્રની બેઠક પરથી ટિકિટ આપવાની ખટ્ટરે જ ભલામણ કરી હતી.

સૈની 2014માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી જીત્યા

સૈનીએ વર્ષ 2014માં પ્રથમવાર વિધાનસભા ચૂંટણી જીતી હતી અને નારાયણગઢના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેમને 2016માં હરિયાણા સરકારની કેબિનેટમાં સ્થાન મળ્યું અને મંત્રી બન્યા હતા. તેઓ ગત લોકસભા ચૂંટણીમાં કુરુક્ષેત્રથી સાંસદ તરીકે ચુંટાયા. ભાજપે થોડા સમય પહેલા તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષની પણ જવાબદારી સોંપી હતી.

ભાજપે હરિયાણામાં ફરી સરકાર બનાવી, છતાં ખતરો યથાવત્, જાણો બેઠકોનું ગણિત, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો


Google NewsGoogle News