મતદાન વચ્ચે ભાજપને ઝટકો, હરિયાણામાં ટેકો આપનારા અપક્ષ ધારાસભ્યનું હાર્ટએટેકથી નિધન

Updated: May 25th, 2024


Google NewsGoogle News
મતદાન વચ્ચે ભાજપને ઝટકો, હરિયાણામાં ટેકો આપનારા અપક્ષ ધારાસભ્યનું હાર્ટએટેકથી નિધન 1 - image


Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા દરમિયાન હરિયાણાની તમામ 10 બેઠકો પર શનિવારે મતદાન વચ્ચે ભાજપ માટે એક દુઃખદ સમાચાર આવ્યા. ગુરુગ્રામના બાદશાહપુરથી અપક્ષના ધારાસભ્ય રાકેશ દૌલતાબાદ (45) નું નિધન થઇ ગયું. તેમને હાર્ટએટેક આવ્યો હતો. 

અપક્ષ તરીકે જીત્યાં બાદ ભાજપને ટેકો આપ્યો હતો 

માહિતી અનુસાર સવારે લગભગ 10:30 વાગ્યે હાર્ટએટેક આવતા તેમને મણિપાલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનો જીવ બચાવી શકાયો નહોતો. રાકેશ દૌલતાબાદે 2019ની વિધાનસભા ચૂંટણીમાં બાદશાહપુર બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી. ત્યારબાદ તેમણે ભાજપને ટેકો જાહેર કરી દીધો હતો. તેમણે ભાજપના જ ઉમેદવાર મનીષ યાદવને હરાવ્યા હતા. તેમની છબિ એક સમાજસેવક તરીકેની હતી. 

હરિયાણાના સીએમએ શોક વ્યક્ત કર્યો 

હરિયાણામાં તાજેતરમાં રાજકીય ખેંચતાણ વચ્ચે ધારાસભ્ય દૌલતાબાદ ભાજપને ટેકો કરી રહ્યા હતા. ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો જેના કારણ નાયબ સિંહ સૈની સરકાર પર સંકટના વાદળો ઘેરાયા હતા. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ પણ હવે દૌલતાબાદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. 

મતદાન વચ્ચે ભાજપને ઝટકો, હરિયાણામાં ટેકો આપનારા અપક્ષ ધારાસભ્યનું હાર્ટએટેકથી નિધન 2 - image


Google NewsGoogle News