EVM થશે ચેક, હરિયાણામાં ભાજપે જીતેલી બે બેઠક પર ફરિયાદો પછી ચૂંટણી પંચનો નિર્ણય
Karnal And Faridabad Seat in Haryana : હરિયાણાની બે લોકસભા બેઠકો પર EVMમાં થયેલા મતદાન અંગે ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. પંચે રાજ્યની કરનાલ અને ફરીદાબાદ લોકસભા બેઠકોની ઈવીએમ ચેક (EVM Checking) કરવા માટે મંજરી આપી છે. આ બંને બેઠકો પર ભાજપ (BJP) ઉમેદવારો સામે કોંગ્રેસ (Congress) ઉમેદવારોની હાર થઈ છે. ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પંચ (Election Commission)ને પત્ર લખી ઈવીએમમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પંચે બંને બેઠકો પર ઈવીએમ ચેક કરવાની મંજૂરી આપી દીધી છે.
ઈવીએમમાં ગેરરીતિનો આક્ષેપ
કરનાલ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દિવ્યાંશુ બુદ્ધિરાજા અને ફરિદાબાદ બેઠકના મહેન્દ્ર પ્રતાપ સિંહ ચૂંટણી હાર્યા હતા. બંને ઉમેદવારોએ ઈવીએમમાં ગેરરીતિ થઈ હોવાની આશંકા વ્યક્ત કરી ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. ત્યારબાદ ચૂંટણી પંચે પ્રેસ રિલીઝમાં કહ્યું કે, હરિયાણાની કરનાલ અને ફરીદાબાદ લોકસભા બેઠકના ઈવીએમની તપાસ કરવાની મંજૂરી મળી છે.
કુલ 6 મતદાન મથકો પરના ઈવીએમ ચકાસાશે
હરિયાણાની બે બેઠકો અંગે ફરિયાદ મળ્યા બાદ ચૂંટણી પંચે કુલ છ મતદાન મથકો પરના ઈવીએમ ચકાસવાની મંજૂરી આપી છે. પંચના આદેશ મુજબ કરનાલનાં બે મતદાન મથકો, પાનીપતના બે, બડકલના બે મતદાન મથકો પરના ઈવીએમની ચકાસણી થશે. કરનાલથી ભાજપ ઉમેદવાર મનોહર લાલ અને ફરીદાબાદથી કૃષ્ણપાલની જીત થઈ હતી.