Get The App

ઈન્સ્ટા 'ક્વિન' રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
ઈન્સ્ટા 'ક્વિન' રવીનાએ પ્રેમી સાથે મળી પતિની કરી હત્યા, પતિએ કઢંગી હાલતમાં પકડ્યા હતા 1 - image


Insta Queen Raveena Murder Her Husband: ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ રાજપૂત હત્યા કેસની તપાસ હજુ પૂર્ણ થઈ નથી ત્યાં તો હરિયાણાથી વધુ એક હત્યાકાંડ સામે આવ્યો છે. અહીં, ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાની શોખીન એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી નાખી છે. એટલું જ નહીં હત્યા બાદ બંનેએ સાથે મળીને મૃતદેહને ઠેકાણે પણ લગાવી દીધો. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહિલાના પતિએ મહિલાને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં પકડી પાડી હતી.

શું છે સ્ટોરી?

આ હત્યાકાંડમાં ત્રણ પાત્રો છે. પહેલી ઈન્સ્ટા 'ક્વિન' રવીના છે. સોશિયલ મીડિયા પર તેમના 30 હજારથી વધુ ફોલોઅર્સ છે. તે રેવાડીની છે. બીજું પાત્ર સુરેશ છે, જે પ્રેમનગરના હાંસીનો રહેવાસી છે, જે યુટ્યુબર હોવાની માહિતી મળી રહી છે. એવું કહેવાય છે કે તે રવિનાનો બોયફ્રેન્ડ છે. ત્રીજું પાત્ર રવિનાનો પતિ પ્રવીણ છે, જે 35 વર્ષનો છે. તે જૂના બસ સ્ટેન્ડ વિસ્તારના ગુજરોની ઢાણીનો રહેવાસી હતો.

આ પણ વાંચો: સિનિયર નેતાઓ બૂથ પણ જીતાડી નથી શકતા, હવે અમે વરઘોડાના ઘોડાને નચાવીશું: રાહુલ ગાંધી

મીડિયા અહેવાલ પ્રમાણે રવિના અને સુરેશ ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. 25 માર્ચે પ્રવીણે બંનેને ઘરમાં કઢંગી હાલતમાં પકડ્યા હતા. હવે માહિતી મળી રહી છે કે આ ઘટના બાદ ત્રણેય વચ્ચે જોરદાર ઝઘડો થયો અને રવિના અને સુરેશે મળીને પ્રવીણનું દુપટ્ટા વડે ગળું દબાવી દીધું. આ હુમલામાં પ્રવીણનું મોત થઈ ગયું.

રીલ્સ બનાવવાની શોખીન

સોશિયલ મીડિયા પર પોપ્યુલર રવિનાને રીલ્સ બનાવવાનો ખૂબ જ શોખ હતો. ખાસ વાત એ છે કે તેના આ શોખ પર જ પરિવારને મોટો વાંધો હતો. આના કારણે જ ઘણી વાર તેનો પ્રવીણ સાથે ઝઘડો પણ થયો હતો. યુટ્યુબ પર પણ ઘણા જાણીતા કલાકાર તેના વીડિયોમાં નજર આવી ચૂક્યા છે. 

રીલ બનાવવાની શોખીન 32 વર્ષીય રવિનાના સુરેશ સાથે મુલાકાત માટે સોશિયલ મીડિયા જ માધ્યમ બન્યું હતું. ઈન્સ્ટાગ્રામ કોન્ટેક્ટમાં આવ્યા બાદ બંનેએ લગભગ દોઢ વર્ષ સુધી સાથે મળીને કન્ટેન્ટ બનાવ્યા. તેના પર પણ પ્રવીણને વાંધો હતો. હાલમાં, પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ ચાલુ છે. આ દરમિયાન રવિના અને સુરેશે હત્યાકાંડ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખોલ્યા છે.

પતિના મૃતદેહને નાળામાં વહેતો કરી દીધો

એવું કહેવામાં આવી રહ્યું છે કે પતિની હત્યા બાદ પણ રવિના પર તેની કોઈ ખાસ અસર નહોતી. તે સામાન્ય દેખાઈ રહી હતી. એવા અહેવાલો છે કે જ્યારે પરિવારે પ્રવીણ વિશે પૂછ્યું ત્યારે તેણે કોઈ પણ માહિતી હોવાનો ઈનકાર કરી દીધો. ત્યાર તેણે બધાના સૂવાની રાહ જોઈ અને રાત્રે 2:30 વાગ્યે તે સુરેશ સાથે તેના પતિના મૃતદેહને ઠેકાણે પાડવા માટે બહાર નીકળી ગઈ. 

તેનો આ કાંડ સીસીટીવીમાં પણ કેદ થઈ ગયો છે. પ્રવીણનો મૃતદેહ વચ્ચે રાખવામાં આવ્યો છે, ડ્રાઈવરે હેલ્મેટ પહેર્યું છે અને રવિનાએ પોતાનો ચહેરો ઢાંકી દીધેલો છે. લગભગ બે કલાક પછી તે એ જ બાઈક પર પાછળ બેસીને પરત ફરતી નજર આવી રહી છે. જ્યારે મૃતદેહ ગાયબ હતો. બંનેએ પ્રવીણના મૃતદેહને તેના ઘરથી લગભગ 6 કિમી દૂર ડિનૌડ રોડ પર એક નાળામાં ફેંકી દીધો. ત્યારબાદ પોલીસને 28 માર્ચના રોજ સડેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 

Tags :