હરિયાણાના લોકોને પ્રાઈવેટ નોકરીમાં નહીં મળે 75% અનામત, હાઈકોર્ટે સરકારને આપ્યો ઝટકો
હાઈકોર્ટે રોજગાર અધિનિયમ 2020ના ચુકાદાને પલટાવી દીધો
સ્થાનિક લોકોને પ્રાઈવેટ સેક્ટરની નોકરીમાં 75 ટકા અનામત મળતું હતું
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે શુક્રવારે હરિયાણા સરકારને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે રાજ્ય સરકારના રાજ્ય સ્થાનિક ઉમેદવારોના રોજગાર અધિનિયમ 2020ના ચુકાદાને પલટાવી દીધો. આ કાયદા હેઠળ હરિયાણાના સ્થાનિક લોકોને પ્રાઈવેટ સેક્ટરની નોકરીમાં 75 ટકા અનામત મળતું હતું. આ કાયદા હેઠળ હરિયાણા રાજ્ય સ્થાનિક ઉમેદવાર રોજગાર અધિનિયમ 2020ના હેઠળ રાજ્યની પ્રાઈવેટ કંપનીઓ, સોસાયટી, ટ્રસ્ટ અને પાર્ટનરશિપ ફર્મ આવે છે.
30 હજારથી ઓછી સેલેરી પર લાગૂ હતો કાયદો
જણાવી દઈએ કે, એ પણ આરોપ લાગ્યો છે કે, આ અધિનિયમ ટેલેન્ટને પ્રાધાન્ય આપવાના બદલે ઉદ્યોગો માટે રોજગાર સંરચનામાં અરાજકતા પૈદા કરશે. કાયદામાં જોગવાઈ છે કે, નવા કારખાનાઓમાં અથવા ઉદ્યોગો અથવા પહેલાથી સ્થાપિત સંસ્થાનોમાં 75 ટકા નોકરીઓ હરિયાણાના નિવાસીઓને આપવામાં આવશે. જો માત્ર હરિયાણા રાજ્યમાં સ્થિત અલગ અલગ ખાનગી રીતે સંચાલિત કંપનીઓ, સોસાયટી, ટ્રસ્ટ, ભાગીદારી ફર્મ સહિતમાં 30,000 રૂપિયા પ્રતિ માસથી ઓછા પગાર વાળી નોકરીઓ પર લાગૂ થાય છે, જેમાં 10 અથવા વધુ વ્યક્તિ કાર્યરત છે.
હાઈકોર્ટે આપ્યો સરકારને ઝટકો
પ્રાઈવેટ સેક્ટરમાં સ્થાનિક લોકો માટે 75 ટકા અનામત લાગૂ કરવાના નિર્ણય વિરૂદ્ધ કંપનીઓએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે પોતાની અરજીમાં કહ્યું કે, હરિયાણા સરકાર 'માટીના બાળકો'ની નીતિ રજૂ કરીને ખાનગી ક્ષેત્રમાં અનામત બનાવવા માંગે છે, જે નોકરીદાતાઓના બંધારણિય અધિકારોનું ઉલ્લંઘન છે.
ખાનગી ક્ષેત્રની નોકરીઓ સમગ્ર રીતે કૌશલ પર આધારિત છે અને તેમણે પોતાની શિક્ષાના આધાર પર ભારતના કોઈપણ ભાગમાં નોકરી કરવાના બંધારણિય અધિકારો મળેલા છે. ત્યારે, આ મામલે સુનાવણી કરી રહેલી હાઈકોર્ટના જસ્ટિસ જીએસ સંધાવાલિયા અને જસ્ટિસ હરપ્રીત કૌર જીવનની સંયુક્ત પીઠે કંપનીઓના તર્કને યોગ્ય માન્યા અને સરકારના નિર્ણયને રદ્દ કરી દીધો.