Get The App

પૂર્વ ઉપમુખ્યમંત્રીની ડિપોઝિટ ડૂલ, પાર્ટીને 1% વોટ પણ ન મળ્યાં, દિગ્ગજ નેતાનું 'પાણી' મપાઈ ગયું

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News
dushyant-chautala


Haryana Election Result: વર્ષ 2019 પછી જેજેપી એટલે કે જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલા કિંગ મેકર બન્યા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે બનેલી ગઠબંધન સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જયારે હવે પાંચ વર્ષ બાદ એવી સ્થિતિ છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં તેઓ પોતે કે ન તો પાર્ટીનો કોઈ ઉમેદવાર ચૂંટણી જીતી શકે તેમ છે. આ ઉપરાંત સમગ્ર પાર્ટીનો વોટ શેર 1%ને પણ પાર કરી શક્યો નથી.

ભાજપમાં હલચલથી તમામ સમીકરણો બદલાયા

વિધાનસભા ચૂંટણીના થોડા મહિના પહેલા સુધી દુષ્યંત ડેપ્યુટી સીએમ પદ સંભાળી રહ્યા હતા, પરંતુ ભાજપમાં હલચલથી તમામ સમીકરણો બદલાઈ ગયા. જેજેપી અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું અને પાર્ટીના સભ્યો અલગ થઈ ગયા અને 2024ની વિધાનસભાની ચૂંટણી તેમના માટે મોટો આંચકો સાબિત થયો. 

આ પણ વાંચો: હરિયાણામાં હારતાં જ કોંગ્રેસના સહયોગીઓને મળ્યો 'મોકો', કોઈનો કટાક્ષ તો કોઈની સલાહ

ઓછા મત મળવાથી ડિપોઝિટ પણ ડૂલ

હરિયાણાની ઉચાના કલાન બેઠક પરથી ચૂંટણી લડનાર દુષ્યંતને  5 ટકાથી ઓછા મત મળ્યા હતા. તેમજ તેમનું નામ પાર્ટીના એવા નેતાઓમાં સામેલ હતું કે જેમની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી.

આ બેઠક પર ભાજપના દેવેન્દ્ર ચતુર્ભુજ અટારીએ કોંગ્રેસના બ્રિજેન્દ્ર સિંહને માત્ર 32 વોટથી હરાવ્યા છે. દુષ્યંત પણ આ બેઠક પર બે અપક્ષ ઉમેદવારો વિકાસ અને વીરેન્દ્ર ખોખરીયાથી પાછળ રહ્યા. તેઓ 41 હજારથી વધુ મતોથી હારી ગયા. પાર્ટીનો વોટ શેર પણ 15 ટકાથી ઘટીને 1 ટકાથી ઓછો થઈ ગયો હતો.

પૂર્વ ઉપમુખ્યમંત્રીની ડિપોઝિટ ડૂલ, પાર્ટીને 1% વોટ પણ ન મળ્યાં, દિગ્ગજ નેતાનું 'પાણી' મપાઈ ગયું 2 - image


Google NewsGoogle News