પક્ષ નહીં પણ પોતાના હિત જોયા એટલે...' હરિયાણા ચૂંટણીના પરિણામો પર ભડક્યા રાહુલ ગાંધી
Congress Fact Finding Committee: કોંગ્રેસ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પોતાની હારનું કારણ શોધવામાં વ્યસ્ત છે. જેના ભાગરૂપે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે એક બેઠક યોજી હતી, જેમાં રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન રાહુલે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને શૈલજા કુમારીનું નામ લીધા વિના મોટી વાત કહી હતી અને સ્પષ્ટતા આપી કે, નેતાઓ પક્ષના બદલે પોતાનું હિત જુએ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં રાહુલ ગાંધીએ કોઈ પણ નેતાનું નામ લીધા વિના કહ્યું કે, હરિયાણામાં નેતાઓએ ભારે રૂચિ દર્શાવી પરંતુ પક્ષનું હિત જોયું નહીં. તેઓ પોતાના હિત માટે જ કામ કરતાં રહ્યા. બેઠક અંગે માહિતી આપતાં કોંગ્રેસના નેતા અજય માકને જણાવ્યું હતું કે, પરિણામો બાદ અમે સમીક્ષા બેઠક યોજી હતી. તમામ એક્ઝિટ પોલ અમને જીત બતાવી રહ્યા હતા, અમને જીતનો વિશ્વાસ હતો. પરંતુ અમે હાર્યા, જેની સમીક્ષા કરવામાં આવી અને ઈવીએમ, નેતાઓ વચ્ચેના મતભેદો પર પણ ચર્ચા થઈ.
આ પણ વાંચોઃદારૂ પીને ગેરવર્તણૂક કરી એટલે...' ભાજપના ધારાસભ્યને લાફો મારનારની પત્નીનો નવો ધડાકો
બેઠકમાં કોણ-કોણ ઉપસ્થિત?
ખડગેના ઘરે યોજાયેલી બેઠકમાં રાહુલ, કેસી વેણુગોપાલ, સુપરવાઈઝર અજય માકન, અશોક ગેહલોત હાજર રહ્યા હતા. ભૂપેન્દ્ર હુડ્ડા અને ઉદયભાનને પણ મિટિંગમાં બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા નહીં. શૈલજા કુમારી અને રણદીપ સુરજેવાલાને બોલાવવામાં આવ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પક્ષની હારના કારણો જાણવા માટે એક કમિટી બનાવાશે. ચૂંટણીમાં તેમની હાર કેમ અને કેવી રીતે થઈ તે શોધી કાઢશે. આ કમિટીમાં કોણ કોણ હશે તેની માહિતી હાલ જાહેર કરવામાં આવી નથી.
કોંગ્રેસે હાર માટે EVMને જવાબદાર ઠેરવ્યું
કોંગ્રેસે હાર માટે EVMને જવાબદાર ઠેરવ્યું હતું. પક્ષના નેતા ઉદયભાને કહ્યું છે કે EVM હેક થયા છે. સમગ્ર રાજ્યમાં શંકા સેવાઈ રહી છે. મશીનો સીલ કરવામાં આવશે. દૂધનું દૂધ પાણીનું પાણી થવુ જોઈએ. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે હરિયાણાનું પરિણામ આશ્ચર્યજનક છે. દેશનો દરેક વ્યક્તિ કહી રહ્યો હતો કે કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે, અમે દરેક સર્વેમાં આગળ હતા, પરંતુ જે પરિણામો આવ્યા તે આશ્ચર્યજનક છે.
દલિત અને પછાત વર્ગનો ખ્યાલ રાખ્યો નહીં
કોંગ્રેસમાં હરિયાણાની આકરી હાર પાછળનું એક કારણ દલિત અને પછાત વર્ગની નારાજગી પણ દર્શાવી છે. કોંગ્રેસના ઓબીસી મોર્ચના અધ્યક્ષ અજય યાદવે કહ્યું કે, હરિયાણામાં કોંગ્રેસ પક્ષ તરફથી જ લડી જ નથી. દલિત વર્ગને સન્માન આપ્યુ નથી, તેમજ પછાત વર્ગનો ખ્યાલ પણ રાખ્યો નથી.