Exit Poll 2024: દસ વર્ષના શાસન બાદ હરિયાણામાં ભાજપને કેમ થઈ રહ્યું છે નુકસાન? આ બે કારણ જવાબદાર
Haryana Exit Poll Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે શનિવારે તમામ 90 બેઠકો પર મતદાન થઈ ચૂક્યું છે. મતદાન બાદ એક્ઝિટ પોલના પરિણામો સામે આવ્યા છે. એક્ઝિટ પોલમાં હરિયાણામાં કોંગ્રેસની મોટી જીતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. સર્વેમાં ભાજપને બહુમત જોવા મળી નથી. તેમ છતાં એક્ઝિટ પોલના પરિણામોને ફગાવતાં મુખ્યમંત્રી નાયબસિંહ સૈની અને ભાજપના અન્ય નેતાઓ દાવો કરી રહ્યા છે કે, તેમનો પક્ષ ત્રીજી વખત સરકાર બનાવશે.
ભાજપની ખરાબ રીતે હાર
મીડિયા સુત્રો અનુસાર, હરિયાણાના ખેડૂતો, ખેલાડીઓ, દલિતો, બેરોજગારો, અગ્નિવીરો અને પહેલવાનો કેન્દ્ર સરકારથી નારાજ છે. જેની અસર ભાજપના વોટિંગ પર થઈ છે. હરિયાણામાં સત્તા વિરોધી લહેર હતી. ભાજપના 10 વર્ષના શાસન વિરૂદ્ધ હતી. નારાજ વર્ગની નારાજગી દૂર કરવામાં ભાજપ નિષ્ફળ રહ્યું હતું. જેનાથી વિપરિત પરિણામો આવી શકે છે. 2019માં આયોજિત ચૂંટણીમાં ભાજપને જીત અપનાર વોટિંગમાં જાટ, દલિત અને યાદવ જાતિનો હિસ્સો 50 ટકાથી વધુ રહ્યો હતો.
આ પણ વાંચોઃ 22 રાજ્યોમાં વીજળી મફત કરો, હું તમારો પ્રચાર કરીશ...', કેજરીવાલનો ભાજપને મોટો પડકાર
2024ની કોઈપણ ચૂંટણીમાં ભાજપ 50 ટકાથી આગળ વધી શકી નથી. તેને માત્ર પારંપારિક મતદારોએ જ મત આપ્યા છે.
કોંગ્રેસને આ લાભ મળ્યો
એક્ઝિટ પોલના આંકડાઓમાં કોંગ્રેસની સરકાર લગભગ નિશ્ચિત છે. કોંગ્રેસના નેતૃત્વનો કરિશ્મા માનીએ કે, ભાજપ વિરૂદ્ધ વિરોધની લહેરની અસર. હરિયાણાના લોકો ભાજપના 10 વર્ષના શાસનથી કંટાળી ગયા હતા. બીજું જે મુખ્યમંત્રીની ખુરશી પર બેઠા છે, તેમને જનતા સાથે સારો વ્યવહાર રહ્યો નથી. મનોહર લાલ ખટ્ટરે ઘણી વખત લોકો સાથે અયોગ્ય વ્યવહાર કર્યો હતો. કોંગ્રેસને 60થી વધુ બેઠકો મળી શકે છે.