હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કરી 31 ઉમેદવારોની યાદી, વિનેશ ફોગાટને આ બેઠક પરથી આપી ટિકિટ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કરી 31 ઉમેદવારોની યાદી, વિનેશ ફોગાટને આ બેઠક પરથી આપી ટિકિટ 1 - image


Haryana Assembly Election 2024 Congress Candidate List : હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈ રાજ્યમાં ભારે રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રસમાં જોડાયા બાદ પાર્ટીએ 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યાદી મુજબ ફોગાટ જુલાના બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઝંપ લાવશે. જ્યારે ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા-કિલોઈ, રાવ દાન સિંહને મહેન્દ્રગઢ, આફતાબ અહમદને નૂંહ, ઉદય ભાનને હોડલ અને વર્તમાન ધારાસભ્ય કુલદીપ વત્સને બાદલી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

હરિયાણા ચૂંટણી: કોંગ્રેસે જાહેર કરી 31 ઉમેદવારોની યાદી, વિનેશ ફોગાટને આ બેઠક પરથી આપી ટિકિટ 2 - image

ફોગાટની રાજકારણમાં એન્ટ્રીથી ચૂંટણી વધુ રસપ્રદ બની

કોંગ્રેસે વિનેશ ફોગાટને જુલાના બેઠકની ટિકિટ આપી છે. આવી સ્થિતિમાં વિનેશે કોંગ્રેસમાં જોડાયા બાદ અને ચૂંટણી મેદાનમાં ઝંપ લાવ્યા બાદ રાજ્યની ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ છે. વર્ષ 2019 જુલાના બેઠક પરથી જેજેપીના નેતા અમર જીત ડાંડાએ 61942 મતો મેળવ્યા હતા, જ્યારે ભાજપને 37749 મત મળ્યા હતા. આમ જેજેપી 24193 મતોથી જીતી ગઈ હતી.


Google NewsGoogle News