Get The App

એક્ઝિટ પોલ પર ભાજપ નેતાને નથી વિશ્વાસ! CM પદ માગનારા દિગ્ગજે કહ્યું- હું કેવી રીતે માની લઉં...'

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
એક્ઝિટ પોલ પર ભાજપ નેતાને નથી વિશ્વાસ! CM પદ માગનારા દિગ્ગજે કહ્યું- હું કેવી રીતે માની લઉં...' 1 - image


Haryana Assembly Election: હરિયાણાની 90 વિધાનસભા બેઠક પર મતદાન થઈ ચુક્યું છે, હવે 8 ઓક્ટોબરે પરિણામની રાહ જોવાઈ રહી છે. આ પહેલાં સી-વોટરનો Exit Poll સામે આવી ગયો છે. તેમાં કોંગ્રેસને 50 થી 58 બેઠકો મળવાનું અનુમાન છે. આ દરમિયાન ભાજપ નેતા અનિલ વિજે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીની તો લહેર ચાલી રહી છે, હું એગ્ઝિટ પોલ કેવી રીતે માનું? અંબાલા કેન્ટમાં ભાજપની લહેર ચાલી રહી છે.

હરિયાણામાં ભાજપની લહેરઃ અનિલ વીજ

અનિલ વિજે કહ્યું કે, હરિયાણાની તમામ 90 બેઠકો પર ભાજપની લહેર છે. કારણકે, રાજ્યમાં કોંગ્રેસ ઘણાં જૂથમાં વહેંચાયેલી છે. વિજે કહ્યું કે, હજુ એ વાતનો અંદાજો લગાવવો તે યોગ્ય નથી. અમે 8 ઓક્ટોબરની રાહ જોઈ રહ્યા છીએ. હરિણામાં ભાજપની સરકાર બનશે.

આ પણ વાંચોઃ એક્ઝિટ પોલ સાચા પડે તો હરિયાણામાં CM કોણ બને? જાણો મજબૂત દાવેદારોમાં કોણ સૌથી આગળ

હાઈ કમાન્ડનો નિર્ણય માન્ય

ભાજપ નેતાએ કહ્યું કે, જ્યારે 2014માં હરિયાણામાં ચૂંટણી જીતી, ત્યારે પણ હું સીનિયર હતો, આ પહેલાં 2009 થી 2014 સુધી હું ભાજપ ધારાસભ્ય દળનો નેતા હતો. તત્કાલીન હુડ્ડા સરકારની સામે જેટલાં પણ કેસ નોંધાયેલા હતાં, તેના માટે મેં અવાજ ઉઠાવ્યો હતો. ત્યારે પણ મેં કંઈ ન હતું કહ્યું અને જ્યારે અદલા-બદલી થઈ (માર્ચ મહિનામાં મનોહર લાલ ખટ્ટરને મુખ્યમંત્રી પદથી હટાવીને નાયબ સિંહ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતાં.) ત્યારે પણ મેં કંઈ ન કહ્યું. કારણકે, આ હાઈ કમાન્ડનો નિર્ણય હોય છે કે, મુખ્યમંત્રી કોણ બનશે. 

આ પણ વાંચોઃ બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા મામલે બંગાળ ફરી ભળકે બળ્યું, પોલીસ સ્ટેશનને આગચંપી કરાઈ

હું જીવના જોખમે જવાબદારી નિભાવીશઃ વીજ

અનિલ વિજે ચૂંટણીના પરિણામ વિશે વાત કરતાં કહ્યું કે, જ્યારે નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા તો હરિયાણમાં એક ચર્ચા થઈ રહી હતી કે, નાયબ સૈનીને મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે, તો અનિલ વિજને કેમ ન બનાવી શકાય? તો અમારા જ લોકોએ કહ્યું કે, વિજ મુખ્યમંત્રી બનવા નથી ઈચ્છતાં, ત્યારબાદ મેં જવાબ આપ્યો કે આવું નથી. પાર્ટીએ જ્યારે-જ્યારે મને ડ્યૂટી આપી, મેં તેને પૂરી કરી છે. મેં પાર્ટીનો દરેક આદેશ માન્યો છે. મેં કહ્યું હતું કે, હું માગીશ નહીં, કારણ કે મેં ક્યારેય કંઈ નથી માગ્યું. અનિલ વિજે કહ્યું કે, જો પાર્ટી મને કહેશે તો પોતાની જવાબદારીને જીવના જોખમે તેને નિભાવીશ અને હરિયાણાની તકદીર અને તસવીર બદલી દઈશ.


Google NewsGoogle News